SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘના વહીવટની આંટીઘુંટીનું પણ સમર્થ હોય, તેને જ્ઞાન આપવું જોઇએ. ૮. હીટલર જેમ પોતાના નવા ધર્મ પંથમાં દાખલ કરેલાઓને ટેકરી ઉપરથી હડસેલીને તથા બીજા કષ્ટો આપીને ઘડે છે. અને લોકોમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગ અને કષ્ટ સહન કરવાની તાલિમ આપે છે. તેમ નહીં, પણ યોગ્ય સર્વ તાલિમ આપવી જોઇએ. ભવિષ્યના પોંડીચરીના પ્રચારકો, ખ્રીસ્તી પ્રચારકો, થીઓસોફીસ્ટ પ્રચારકો, હીટલરના પંથના માણસો, ' તથા જુદા જુદા હિંદુ, બૌદ્ધ, મુસલમાન, વિગેરે ધર્મ પંથોમાં દાખલ થયેલા પરદેશી પ્રચારકો, એક વખત ગમે તેવો ઘોંઘાટ મચાવે, પરંતુ ત્રણ રત્નમાં પલોટાયેલા આ સાચા બ્રહ્મચારી તેજસ્વી મહાત્માઓ બહાર આવે કે તેના તપોબળ, ચારિત્રબળ, જ્ઞાનબળ, કુશળતા અને કુનેહ, તેજસ્વિતા અને પવિત્રતાથી ગત્ અંજાઇને પાછું ઠેકાણે આવ્યા વિના રહે જ નહીં. એવી સંગીન તૈયારી કરોડોના ખર્ચે એકાન્તમાં શાંત ચિત્તે કરવી જોઇએ. દહેરા ઉપાશ્રયમાં જરૂરી સંપૂર્ણ ખર્ચ સિવાયનો ચેરીટેબલ સંસ્થાઓમાં થતો ખર્ચ અટકાવીને તથા બીજો ઉમેરો કરીને લાખો કરોડોના ખર્ચે એવી વ્યવસ્થા કરવી જોઇએ, કે તેઓના આત્મામાં રત્નત્રયીની તાલિમના ધોધના ધોધ દાખલ કરી શકાય, અને તે એવી રીતે કે “તે તેમને પી જાય અને ઓજસરૂપે પરિણમીને જગત્માં દિવ્ય પ્રકાશ ફેલાવી શકે. ધન જેવી નજીવી વસ્તુથી જગમાં દિવ્ય તેજ પ્રગટાવી શકાતું હોય, તો તેને માટે શા માટે પ્રયાસો ન કરવા ? કોઇક તો ફળ અવશ્ય મળશે જ. કોઇને કોઇ મહાપાત્ર નીકળી આવશે, છેવટે તે મુનિ મંડળમાંથી, નહીં તો તેમના શિષ્ય પ્રશિષ્યાદિકમાંથી મલી આવે ખરા. અને તો જ ભવિષ્યમાં છાયા પાડી શકાશે. નહીંતર મુશ્કેલીઓ ઘેરો ઘાલતી આવે છે, તેમાં લાખો માણસો બીજા ધર્મોમાં ખેંચી લેવાની યુક્તિઓ ગોઠવાઇ રહી છે, અને તે વખતે જુના ધર્મોં જોર ન કરી શકે, તેવી રીતે તેના ઉપર કાયદાથી કબજો ગોઠવાતો જાય છે. એ બધું જે થવું હોય, તે ભલે થાય, તેની પરવા ન કરતાં આવો એક વર્ગ તૈયાર કર્યો હોય તો પાછું બધું ઠેકાણે આવી શકે, પરંતુ તેમાં પ્રમાદ કર્યો હોય, તો શાસનના આગેવાનોને કદાચ પસ્તાવુંયે પડે. ૯. પૂર્વાચાર્યે મંત્રો વિગેરેની આમ્નાયો જણતા હતા અને તેનો પ્રભાવ પડતો હતો તે વસ્તુ પાછી શ્રી સંઘમાં શરૂ કરવી જોઇએ. યુરોપના કેટલાક વિદ્વાનો તે તરફ હવે વળ્યા છે. વચલા કાળમાં આપણી એ શક્તિ કંઇક બહાર આવી શકી નથી. તે સતેજ કરવાની જરૂર છે, શ્રી ધર્મઘોષસૂરિ અને શ્રી શાંતિચંદ્રોપાધ્યાય વિગેરે પાસે એવા સાધનો હોવાના સાચા પૂરાવા આપણને મળે છે, તો લાખોને ભોગે એ શાખાનો પણ ઉદ્ધાર કરવાની જરૂર છે, બીજાઓ ગમે તેટલી સાધના કરે, પરંતુ જૈન સાધનાને કોઇ ૪૦
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy