SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાના સંપૂર્ણ સાધનો ગોઠવવા જોઈએ. વિઘાનું કોઈ પણ ક્ષેત્ર આ સર્વજ્ઞપુત્ર મુનિઓથી અજ્ઞાત ન રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં દુનિયામાં કોઈપણ વિદ્યાર્થી તેઓ અંજાય નહીં. આ જાતના નિબંધો તૈયાર કરવાને અને ભણાવવાને તે તે વિષયના પ્રખર વિદ્વાનો જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે રોકી લઇ, તેઓનો ઉપયોગ પૂરો થયે તેઓને છુટા કરી દેવા જોઈએ. તથા, જગતમાં તે તે વિષયના જે જે પ્રખર વિદ્વાનો હોય, તેને બોલાવીને તેમનો અને તેમના જ્ઞાનનો પરિચય પણ કરાવવો જોઈએ. આ વિભાગમાં તૈયારી માટે મોટા ખર્ચની આવશ્યકતા રહે. નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાને સરકાર તરફના નિબંધો મારફત શિક્ષકે આ રીતે તૈયાર કર્યા હતા. ત્રીજ વિભાગમાં પસાર થતી વખતે તેઓ અંગત ચારિત્ર, આત્મભાવના, આત્મધ્યાન, આચાર, કિયાઓ, વિધિઓનું જાતે પાલન કરે. તપયોગોદ્વહન, ધ્યાન, વિગેરેને લગતી તાલિમ મેળવી શકે, અને તે સાથે સંયમી, શાંત, અને પવિત્ર જીવનની જૈન શાસ્ત્રો અનુસાર ઉચ્ચ તાલીમ મેળવી શકે, તેવી તમામ પ્રકારની વ્યવસ્થા જેએ. ભૂલની શિક્ષા કે ઠપકા ન આપતાં શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્તોનું ધોરણ ગોઠવી લઈને તે પ્રમાણે વર્તાવ કરાવવો જોઈએ. તેમાંથી પણ કોઈ ઉત્કૃષ્ટ મહાત્મા મળી આવશે. અને બાકીના મધ્યમ અને જધન્ય મળી આવે, એવા પાત્રવિભાગ પડી જશે. આમ ત્રણેય વિભાગમાં પસાર થવાથી ત્રણેયને લાયકની મન વચન કાયાની તાલિમ મળે, ત્યારે જ તે સમ્યગ્રદર્શન જ્ઞાન કે ચારિત્ર ગણાય. જે, એક કે બે હોય, અને બે કે એકની ઉપેક્ષા હોય, તો જૈન દષ્ટિથી તે મિથ્યા ગણાય છે. ત્રણેયનો મેળ ગોઠવવાથી જ સમ્યગુરત્નત્રયીનો પ્રયાસ યોગ્ય છે. ૭. તે ઉપરાંત તે વખતના જ્ઞાની, ત્યાગી, શાસન પ્રભાવક, જે જે મુનિઓ કે ગૃહસ્થો શાસનમાં હોય તેમનો પણ પ્રસંગે પ્રસંગે પરિચય કરાવવો જોઈએ. આ આખી પ્રવૃત્તિ એક એવી વ્યવસ્થિત અને પ્રથમથી જ સુસંગઠિત રીતે ગોઠવાણ પૂર્વક ચલાવવી જોઈએ, કે જેથી ધારેલું પરિણામ આવી જ શકે, ક્યાંય અવ્યવસ્થાને સ્થાન ન હોવું જોઈએ. આજે સીનેમાની એક એક ફિલ્મ ઉતારવામાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, અને પદ્ધતિસર કામ કરી ધાર્યા પ્રમાણે પરિણામો લાવી શકાય છે. તો આવા પરમાર્થમાં કેમ પ્રયાસ ન કરવા? અને પરિણામ ન લાવવું? મુનિઓના આ મંડળને વિહાર-કમ, કષ્ટ સહન, સ્થાનિક કાર્યક્ર શક્તિ, સંઘની મિલ્કતો, વિગેરેની પણ સજજડ માહિતી અને તાલીમ આપવી જોઈએ. તેમજ ગીતાર્થતાની પરીક્ષા કરી શ્રી G
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy