SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રશ્ન: યોગવહન કર્યા સિવાય સાધુ સિદ્ધાંત ભાણે, અને ઉપધાન વહન કર્યા સિવાય શ્રાવક નવકાર ગણે, તો અનંત સંસારી કહેવાય? કે નહિ? ઉત્તર:–અશ્રદ્ધાએ જે યોગ અને ઉપધાન કરે નહિ, તે સાધુ અને શ્રાવક સૂત્ર ભણે અને નવકાર વિગેરે સૂત્રો ગણે, તો અનન્તસંસારીપણું થાય, એમ કહેવાય છે. ૪-૯૪૮ શ્રીસ્તંભતીર્થના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: શ્રીહીરવિજય સૂરીશ્વરે પ્રસાદીકરેલ બાર બોલપટમાં અનુમોદના બોલ છે, તેમાં “દાનરુચિપણું સ્વાભાવિકવિનીતપણું, અલ્પકલાયિપણું પરોપકારીપણું ભવ્યપાણું ઈત્યાદિક જે જે માર્ગાનુસારી સાધારણ ગણો મિથ્યાત્વીના હોય, કે પરપક્ષીઓના હોય, તે અનુમોદન કરવા યોગ્ય લખ્યા છે, તેને આશ્રયીને કેટલાક નવીન પુરો વિપરીત અર્થ કરતા સંભળાય છે. તેઓ કહે છે કે “જેઓને અસઃ આગ્રહ નથી, તેઓના જ આ ગુણો અનુમોદવા લાયક છે, પરંતુ જેને કોઈ પાણ વચનનો અસ૬ આગ્રહ છે, તેના આ ગુણો અનુમોદવા લાયક નથી.” માટે આ બાબતનો રૂડો નિર્ણય આપવા કૃપા કરશો. ઉત્તર:–“બીજાઓને અસદ્ આગ્રહ ન હોય તો તેના માર્ગનુસારિ સાધારણ ગુણો અનુમોદવા લાયક છે, બીજાના નહિ.” એમ જેઓ બોલે છે, તે અસત્ય જ છે. કેમકે-જેઓને મિથ્યાત્વ હોય, તેઓને કોઈક અસ૬ આગ્રહ અવશ્ય હોય જ, નહિંતર તો સમકિત કહેવાય, શાસ્ત્રમાં મિથ્યાત્વરૂપ અસદ્ગહ છતાં પણ માર્ગાનુસારી ગુણો અનુમોદવાલાયક કહ્યા છે. જેથી આરાધના પતાકામાં કહેલ છે, કે - जिणजम्माइऊसवकरणं तह महरिसीण पारणए। जिणसासणंमि भत्तीपमुहं देवाण अणुमन्ने ॥३०८॥ तिरिआण देसविरई, पज्जंताराहणं च अनुमोए सम्मदंसणभं, अणुमन्ने नारयाणंपि॥ ३०९॥ सेसाणं जीवाणं, दाणरुइत्तं सहावविणियत्तं। तह पयणुकसायत्तं, परोवगारित्त-भव्वत्तं ॥३१०॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy