SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ અમદાવાદના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: પળ-સવ-ત્ત-તીતા ચડતીસ સહક્ક નવા ફળ-વીસા। જુવાર-ટી વડ્ઝના, પુષ્લેનગ્ગોળ પિ ંતિ શા “પુષ્કરાર્ધદ્વીપમાં રહેલા મનુષ્યો પૂર્વ અને પશ્ચિમ તરફ ૨૧ લાખ ૩૪ હજાર પાંચસો સાડત્રીશ યોજન છેટેથી સૂર્યને દેખે છે”-આ ગાથાનો ભાવાર્થ કેમ સંગત થઈ શકે?કેમકે-ચક્ષુ ઈન્દ્રિયનો તેટલો વિષય નથી. ઉત્તર :— એકલાખ યોજન અધિક સુધી ચક્ષુ ઈન્દ્રિયનો વિષય કહેલ છે તે અપ્રકાશ્ય વસ્તુને આશ્રયીને છે, એટલે જે વસ્તુ પોતે પ્રકાશ કરી શકતી નથી, તેને આશ્રયીને છે, પણ જે વસ્તુ પોતે પ્રકાશક છે તેને આશ્રયીને તો ચક્ષુ ઈંદ્રિયનો વિષય અધિક પણ સંભવે છે, તેથી આમાં કાંઈ પણ અસંગતિ નથી. ૫૪-૯૪૪॥ પ્રશ્ન: પહેલે દિવસે ચોવીહાર ઉપવાસ કર્યો હોય, અને બીજે દિવસે તિવિહાર ઉપવાસ કર્યાં હોય, આ પ્રકારે બનેલ છઠ્ઠું વીર ભગવાનના છઠ્ઠ તપમાં ગણી શકાય ? કે નહિ ? જુદા જુદા બે ઉપવાસે કરી બનેલ છઠ્ઠ વીર છઠ્ઠ તપમાં ગણી શકાય નહિ. કેમકે ૨૨૯ છઠ્ઠોમાં પચ્ચક્ખાણ લેતી વખતે છઠ્ઠનું પચ્ચક્ખાણ એકી સાથે લે તો ગણાય છે. પણ આલોયણમાં તે છઠ્ઠ વાળવો હોય, તો કામ લાગે છે. ૫૪-૯૪૫॥ ઉત્તર ઃ ― પ્રશ્ન: ભગવતી સૂત્રના અગીયારમા ઉદ્દેશામાં કમલનો વિચાર છે, તેમાંથી સમયે સમયે એક જીવ નીકળે, તો જીવોને નીકળવામાં અનન્તો કાલ થઈ જાય, તો તે નીકળનારા જીવો કમલના ગણવા? કે કમલની નિશ્રાએ રહેલા ગણવા? ઉત્તર :— ૩૧મમાળો અનંતો મળિયો-“ઉગતી વનસ્પતી અનન્તકાય કહેલ છે”-આ વચનથી તે કમલના જીવો સંભવે છે. ૪-૯૪૬॥ પ્રશ્ન: પોષહ, સામાયિકમાં ચર્ચાવાદની હુંડીઓ (એટલે સવાસો- દોઢસો વિગેરે જેવી સ્તવનઢાળો) વંચાય ? કે નહિ ? ઉત્તર:— તે મનમાં વંચાય, પણ બાઢ સ્વરે કરી ન વંચાય. કેમકે-તેમાં સિદ્ધાંતના આલાવા આવે છે. ૫૪-૯૪૭॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy