SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉત્તર:–અરૂપીઓ સાથે રૂપી પદાર્થનો સંબંધ સંભવે છે જ. જેમ આકાશ સાથે પરમાણુઓનો, અથવા પક્ષીઓનો સંબંધ છે. અને અગ્નિલોઢાના ન્યાયે તો જુદી જ જાતની વ્યવસ્થા સૂચવવામાં આવી છે. પણ બે રૂપી પદાર્થોમાં જે એક પ્રકારનો સંબંધ થાય છે, તેવા સંબંધની સૂચના નથી. માટે કોઈપણ અણઘટતું નથી. ૩-૭૫૭ પ્રશ્ન: માછલાં અને કાચબા વિગેરે જલચર જીવોનું અને બળદ, પાડા વિગેરે સ્થલચર જીવોનું, પોપટ, મેના વિગેરે ખેચર તિર્યંચ જીવોનું આયુષ્ય તથા ગર્ભ સ્થિતિ કેટલી હોય? ઉત્તર – જલચર, સ્થલચર અને ખેચરોનું આયુષ્ય પ્રમાણ મમમુમનવમા ઈત્યાદિક સંગ્રહણી ગાથામાંથી જાણવું અને બુમ સમાયા ઈત્યાદિક વિજયક્ષેત્રસમાસની ગાથામાંથી જાણવું. તેઓની ગર્ભ સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષ ભગવતી વિગેરે સૂત્રોમાં બતાવી છે. ૩-૭૫૮ પ્રશ્ન: ચૌદ નિયમોમાં પ્રભાતે પચ્ચખાણ સમયે બે ત્રણ સચિત્તો છૂટા રાખ્યા હોય, તે દિવસે પૂરા થઇ ગયા, હવે રાત્રિમાં સચિત્તનું કાર્ય પડયું હોય તો, બીજા સચિહ્નો વાપરવા કર્ભે ? કે નહિ? ઉત્તર:-રાત્રિ દિવસના પચ્ચકખાણ વખતે જેટલા સચિત્તો છુટા રાખ્યા હોય, તેટલા જ દિવસમાં પૂરા થઈ ગયા હોય તો રાત્રિએ અધિક કલ્પ નહિ, અને જે સાંજ સુધીજ તેટલા છૂટા રાખ્યા હોય, તો રાત્રિએ અધિકપણ કલ્પે છે. ૩-૭૫૯ પ્રશ્ન: બંધુજીવક શબ્દનો શો શો અર્થ સમજવો? વિોિ એ વૃક્ષનું ફુલ છે, કે કાંઈ બીજું છે? ઉત્તર:-બંધુજીવક શબ્દ કરી શાસ્ત્રમાં બંધુજીવક પુષ્પ કહેલ છે. અને લોકમાં તો બપોરિઓ વૃક્ષ કહેવાય છે. ૩-૭૬૦ પ્રશ્ન: ચંદ્રાચાર્ય શિષ્યને ખભે બેસી ચાલેલ હતા, આ સત્ય છે? કે અસત્ય છે? ઉત્તર:-ઉત્તરાધ્યયનટીકા વિગેરે બહુ ગ્રંથો અનુસાર “ચંદ્રાચાર્યે શિષ્યને કહ્યું: તું આગળ ચાલ. તેથી શિષ્ય ચાલ્યો, અને પોતે પાછળ ચાલ્યા.” અને કોઇ ગ્રંથમાં કહ્યું છે કે- “શિષ્યના ખભે હાથ રાખીને ચાલ્યા” i૩-૭૬૧
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy