SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જાણે છે. તેનાથી અધિક જેવાનો સ્વભાવથી વિષય નથી.” આ પ્રકારની આ ગાથામાં નવ જ ભવો કહ્યા છે, માટે તે કેવી રીતે છે? ઉત્તર:-આચારાંગટીકા અનુસાર જાતિસ્મરણવાળો અતીત સંખ્યાતા ભવોને જાણે એમ જણાય છે. કર્મગ્રંથની ટીકામાં પણ તે જ અભિપ્રાય છે. પુબ્રમવા તો પિછ આ ગાથા તો છૂટા પાનામાં છે. પણ તેવા કોઈ ગ્રંથની નથી. તેથી તે ગાથા નિર્ણયકારી હોય નહિ. ૩-૬૯o. પ્રશ્ન: માણસે, ઉન સિવ ના ते नियमसमुग्घाया, सेस समुग्घाय भयणिज्जा॥१॥ છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે જેઓને કેવળજ્ઞાન ઉપજે, તેઓ સમુદુઘાત કરે જ છે. અને બીજાઓને ભજના હોય છે.” આમ દિવાળીકલ્પમાં છે. અને यः षण्मासाधिकायुष्को. लभते केवलोदगर्म करोत्यसौ समुद्घात-मन्ये कुर्वन्ति वा नवा॥१॥ “છમાસથી અધિક આયુષ્યવાળા કેવલજ્ઞાન પામે, તો સમુદ્યાતા કરે અને બીજાઓ કરે, કે ન કરે” આ પ્રમાણે ગુણસ્થાનકમારોહમાં છે. અને यस्य पुनः केवलिनः, कर्म भवत्यायुषोऽतिरिक्ततरम्॥ . स समुद्घातं भगवानुपगच्छति तत्समीकर्तुम्॥१॥ “વળી જે કેવળીને આયુષ્યથી અધિક કર્મ હોય તેને સરખું કરવા માટે તે ભગવાન સમુદ્યાતને પામે છે.” આ પ્રમાણે પ્રશમરતિમાં છે. આ ત્રણમાં કયા કેવલી સમુઘાત કરે જ? અને કયા ન કરે? ઉત્તર-પન્નવણાટીકા, પ્રવચનસારોદ્ધાટીકા અને પ્રશમરતિ વિગેરેમાં સામાન્યથી સમુદ્ધાતનું સ્વરૂપ કહ્યું છે. તેમાં કાંઈ પણ તફાવત નથી. અને ગુણસ્થાનકમારોહમાં તો માંસધિયુષ્ય ઈત્યાદિ તફાવત પણ દેખાય આમાં મતભેદ સંભવે છે. તત્ત્વતો કેવળી મહારાજ જાણે. દીવાળીકલ્પકારનો મત તો ગુણસ્થાનકમારોહટીકાકારે પોતે પ્રતિપાદન કરેલાના સમર્થન માટે દીવાળી કલ્પની ગાથા સામાન્ય કરી બતાવી છે, તેથી ગુણસ્થાનકમારોહટીકાકારને અનુસરતો જ છે. માંહોમાંહે તે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy