SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ છે. માટે આ બન્નેયમાં પ્રમાણ શું? ઉત્તર :— ચુડેલના નહિ. ॥૩-૬૧૯ || વિષયમાં મતાંતર જાણવું. અને મતાંતરમાં મુંઝાવું પ્રશ્ન: રોગી પુરુષને ત્રણ પ્રકારના આહારના ત્યાગ રૂપ અણસણ કરાવાય છે, તે ઉચ્ચરાવવાનો શો વિધિ છે? ઉત્તર :— પહેલા અમુક વખત સુધી કરેલ તિવિહાર, ચોવિહાર પચ્ચક્ખાણવાળા પુરુષને સાગારિક અણસણ ખડુ મે દુખ્ત પમાઓ આ ગાથાના ઉચ્ચારપૂર્વક કરાવાય છે. ॥ ૩-૬૨૦ ॥ પ્રશ્ન: સૂક્ષ્મ નિગોદથી નીકળેલો જીવ ફરી તેમાં જાય ? કે નહિ ? ઉત્તર :— સૂક્ષ્મ નિગોદથી નીકળેલ જીવ ફરી પણ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે છે. ॥ ૩-૬૨૧ ॥ પ્રશ્ન: ઉપાશ્રયમાં પેસતો છુટો શ્રાવક નિસિહી અને નીકળતો આવસહી કહે? કે નહિ ? ઉત્તર :— સામાયિક વિગેરે વ્રત વિનાનો શ્રાવક પેસતાં નિસિહી કહે, પણ નીકળતાં આવસહી કહે નહિ. ॥ ૩-૬૨૨ ॥ પ્રશ્ન: જિનમંદિરમાંથી નીકળતા સાધુઓ અને શ્રાવકોએ આવસહી કહેવી? કે નહિ ? ઉત્તર :— સાધુઓએ આવસ્સહી કહેવી, પણ શ્રાવકોથી કહેવાય નહિ. ॥ ૩-૬૨૩॥ પ્રશ્ન: અણિમા વિગેરે આઠ મહા સિદ્ધિઓ કઈ લબ્ધિમાં સમાય છે? અને મહાવ્રતી કે દેશવિરતિ કે મિથ્યાદષ્ટિઓને સંભવે ? કે નહિ ? ઉત્તર :— અણિમા વગેરે સિદ્ધિઓ વૈક્રિય લબ્ધિમાં અંતર્ગત છે અને તે મિથ્યાત્વીઓ અને સમકિતીઓને સંભવે છે. ૩-૬૨૪॥ પ્રશ્ન: વીરભગવંત દેશના આપી, દેવછંદામાં પધારે, ત્યારે ૧૧ ગણધરોમાં ગૌતમગણધર જ મોટા હોવાથી દેશના આપે? કે પટ્ટધારી હોવાથી સુધર્માસ્વામી દેશના આપે ? કે કોઈ બીજા ગણધરદેવ આપે ? ઉત્તર :—દીક્ષાએ મોટા હોવાથી ગૌતમસ્વામી હાજર હોય, તો તે જ દેશના આપે, અને હાજર ન હોય, તો હાજરમાંથી જે મોટા હોય, તે આપે છે. ૫૩-૬૨૫॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy