SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ સ્વાદ જુદો હોય છે, પણ નામ જુદું હોતું નથી, તેથી આમાં કઈ રીતિએ દ્રવ્યસંખ્યા ગણવી? ઉત્તર:–ગાય વિગેરેનું ઘી, ખારું-મીઠું પાણી અને ગાય, ભેંસ વિગેરેની છાશ, તે એક દ્રવ્ય ગણાય. કેમકે-૩મમિત્રત્વે સતિ મિત્રદ્રવ્યત્વે રાહુ-નામ અને સ્વાદ, આ બન્ને જુદા હોય તો જુદું દ્રવ્ય ગણાય, તો આમાં નામ જુદું નથી, માટે તે એક દ્રવ્ય ગણાય. ર-૩૩૮ પ્રશ્ન: લાપસીમાં ઘી અને ગોળ રૂપ બે વિગઈ ગણાય? કે એક કડા વિગઈ ગણાય? ઉત્તર:-યોગવિધિને અનુસારે લાપસી બે પ્રકારની હોય છે, એક વિગઈ રૂપ, અને બીજી નિવિયાતા રૂપ. તેમાં વિગઈ રૂપ લાપસીમાં ગોળ અને ઘી એમ બે વિગઈ ગણાય છે. ર-૩૩૯ પ્રશ્ન: વિવાહ વિગેરેના જમણવારમાં સાધુઓને વહોરવું કહ્યું? કે નહિ? તેમ પોસાતિના જમણવારમાં વહોરવું કલ્પે? કે નહિ? ઉત્તર:-વિવાહના જમણવારની પેઠે જે ઘરે પોસાતીનો પણ જમણવાર હોય, ત્યાં વહોરવું કલ્યું નહિ. ર-૩૪ના પ્રશ્ન: –રાત્રિએ રાંધેલી પોળી વિગેરે રાત્રિભોજનના ત્યાગી કેટલાક શ્રાવકોને ખાવી કલ્પે નહિ. તેમજ સાધુઓને તે વાપરવી ન ધે? કે કલ્પ ઉત્તર:-શ્રાવકો રાત્રિએ બનેલું અન્ન વિગેરે વાપરતા નથી તેનું કારણ બહુ જીવ-વિરાધનાનો સંભવ છે, તથા રાત્રિના પ્રથમ અને બીજા પહોરમાં રાંધેલ પોલી-કઠોળ વિગેરેમાં બીજે દિવસે વાસિપણાની શંકાનો સંભવ છે, તેથી વાપરતા નથી. પણ “રાત્રિએ રાંધેલ વાપરવાથી રાત્રિભોજન નિયમનો ભંગ થાય” એ માન્યતાથી નહિ. સાધુઓ તો વાસીની સંભાવના થતી હોય, તો લીએ નહિ, નહિંતર તો અવસર પ્રમાણે ગ્રહણ કરે. કેમકે-તેઓ તો ગૃહસ્થ પોતાના માટે બનાવેલું હોય, તે પિંડ લેવાવાળા હોય છે, તેથી વિરાધનાનો સંભવ નથી. ર-૩૪૧ ચિન પ્રશ્ન-૧૨]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy