SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ઉત્તર :~ બાર મુહૂર્ત સુધી વીર્ય વિનાશ પામતું નથી, તેથી તેટલા કાલમાં નવસો બળદ વિગેરેએ ભોગવેલી ગાય વિગેરેને, જે ગર્ભ ઉત્પન્ન થાય છે, તે તેટલાનો પુત્ર ગણાય છે, માટે સંભવે છે. ૨-૩૦૮॥ પ્રશ્ન શ્રદ્ધાલુ પુરુષ છ વિગઈ વાપરી રહ્યો હોય, તેને વિગઈનું પચ્ચક્ખાણ કરાવાય ? કે નહિ ? ઉત્તર :— છ વિગઈ વાપરનાર શ્રદ્ધાલુને વિગઈનું પચ્ચક્ખાણ કરાવી શકાય છે. કેમકે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં અભક્ષ્ય વિગઈ મધ-માંસ વિગેરેનો તેને ત્યાગ હોય છે, માટે તેને આશ્રયીને, વિગઈ પચ્ચક્ખાણ આપી શકાય તેમ કહ્યું છે. ૨-૩૦॥ પ્રશ્ન: પ્રથમ સામાયિક લેતાં જેટલા આદેશો મંગાય, તેટલાજ આદેશો બીજી વખત લાગ લાગઢ લેતાં માંગવા જોઈએ ? કે ન્યૂન? જે “ઓછા માંગવા જોઈએ.” એમ કહો, તો સામાયિકની પેઠે દિવસનો પોસહ લીધો, અને સાંજે રાત્રિપોસહનું મન થતાં રાત્રિપોસહ લેતાં, સવારે પોસહમાં જેટલા આદેશ માંગ્યા હતા તેટલાજ મંગાય કે ન્યૂન મંગાય ? ઉત્તર :—સામાયિકમાંજ બીજું સામાયિક લેતાં દ્ધેમિ મંતે ઉચ્ચર્યા બાદ બેસણે ઠાઉં એ આદેશ મંગાય છે, અને દિવસ પોસહમાંજ રાત્રિનો પોસહ લેતાં બહુવેલ કરશું, આ આદેશ સુધી બધા મંગાય છે. પડિલેહણના આદેશો તો પ્રથમ લીધેલ હોવાથી ફરી મંગાતા નથી. ।।૨-૩૧૦ના પ્રશ્ન: સાધુએ અથવા સચિત્ત ત્યાગી શ્રાવકે પ્રભાતમાં નવકારશી વિગેરે પચ્ચક્ખાણ કર્યું હોય, અને સાંજની પડિલેહણમાં તિવિહાર પચ્ચક્ખાણ કર્યું, તો પ્રતિક્રમણ સમયે તેને પાણહાર પચ્ચક્ખાણ કરાવાય? કે ચોવિહાર પચ્ચક્ખાણ કરાવાય? ઉત્તર :— જણે સાંજની પડિલેહણમાં તિવિહાર પચ્ચક્ખાણ કર્યું હોય, તેને પાણહાર પચ્ચકખાણ કરાવાય છે, અને જેણે તે વખતે તિવિહાર ન કર્યો હોય, તેને દિવસચરિમ ચોવિહાર કરાવાય છે. ર-૩૧૧॥ પ્રશ્ન: મધ વિગેરે સચિત્ત છે? કે અચિત્ત? અને તેનો સંઘો હોય કે વાસી રોટલી વિગેરેનો સંઘટ્ટો હોય તો સાધુઓએ આહાર વિગેરે વહોરાય કે નહિ ? ઉત્તર :— અચિત્ત પાણીમાં પોરા વિગેરેનો સંભવ થઈ જાય, તો પણ સચિત્ત
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy