SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ઉત્તર :— યુગલિકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થાન મુજબ ત્રણ પલ્યોપમ વિગેરે પ્રતીત છે. અને ધન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ જેટલું જાણવું. કેમકે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો કોઈ યુગલિક જીવ, અપવર્તન કરણે કરી આયુષ્યને ઘટાડી ક્ષુલ્લક ભવ જેટલું કરી મૂકે છે. તે બાબતના અક્ષરો આચારાંગની ટીકા વિગેરેમાં અર્થથી છે, પરંતુ તેનું અપવર્તન અપર્યામા અવસ્થામાં જ હોય છે. પછીથી હોતું નથી, કેમકે તેઓનું આયુષ્ય નિરુપમી છે, અને મધ્યમ આયુષ્ય તો યુગલિની સ્રીના ગર્ભમાં નવ લાખ ગર્ભજ જીવો ઉત્પન્ન થાય છે. તેમાંથી ફક્ત બે જીવોજ નિપજે છે, બાકીના જીવો તો પોતાના આયુષ્યનું અપવર્તન કરીને ગર્ભમાંજ મરણ પામી જાય છે. તે વખતે ક્ષુલ્લક ભવ કરતાં અધિક સમયના આયુષ્યવાળા તે જીવો સંભવે છે, તેથી મધ્યમ પણ હોય છે. ૨-૩૦૪ા પ્રશ્ન: મીંઢળ વિંધ્યા પછી અંતર્મુહૂર્તે નિર્જીવ થાય ? કે સજીવ જ રહે? ઉત્તર :— અંતર્મુહૂર્ત પછી વિંધેલા મીંઢળનો વૃદ્ધ પુરુષો અચિત્તપણે વ્યવહાર કરે છે. ૨-૩૦૫ા પ્રશ્ન: સ્ત્રી અને સચિત્તનો સંટ્ટો નિરંતર અને પરંપર વર્જવાનો છે, તેમાં પરંપર સંઘટ્ટો કેટલી સંખ્યા સુધી ગણવો? ઉત્તર:— તે બન્નેનો પરંપર સંઘટ્ટો વચમાં એક અને બેથી થાય, તે વર્લ્ડવો; અને ત્રણ વિગેરેથી થાય, તે સંઘટ્ટો ગણાતો નથી. ૨-૩૦૬॥ પ્રશ્ન: • પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં “એક સમયમાં દશ તીર્થંકરો ઉત્પન્ન થાય છે”, એમ કહ્યું, અને સિદ્ધપંચાસિકા વિગેરેમાં “એક સમયે ચાર તીર્થંકરો સિદ્ધ થાય છે” એમ કહ્યું, તો એક સમયમાં દશ તીર્થંકરો જન્મે, તેઓની સિદ્ધિનો સંભવ એક સમયમાં જ છે, તો એક સમયમાં ચાર સિદ્ધિપદને વરે, તે કેમ સંગત થાય ? ઉત્તર :— તાતીથા સમયે -આ વાક્યમાં સમય શબ્દે કરી તદ્ન નાનો કાલ લેવો કે સ્કૂલ લેવો ? તે સ્પષ્ટપણે જણાતું નથી, પણ એક સમયમાં ચાર સિદ્ધ થાય, ત્યાં તો જે સમય શબ્દ લીધો છે, તે સૂક્ષ્મ સમય લીધો છે, માટે કોઈ વાદવિવાદ નથી. ૨-૩૦૭ા પ્રશ્ન: ભગવતી સૂત્રમાં “એક પુત્રને નવસો પિતા હોય” એમ કહ્યું, તે કેવી રીતે સંભવે ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy