SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં, કોઈ પણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થંકર નામકર્મના બંધનું કારણ થાય, તેથી લાભ થાય છે. જૈનેતરને તો તેવું જ્ઞાન નહિ હોવાથી, નિશૂકતા વિગેરેનો અસંભવ છે તેથી, દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી, તેમ હાલ વ્યવહાર ચાલે છે. ઉદર વિગેરેને તો ભક્ષણ કરવામાં દોષજ છે. ર-૨૯રા પ્રશ્ન: સિવિતા મરિહંતાઆ ગાથામાં અરિહંત મહારાજ વિગેરેને શ્રેતાદિ વર્ણનો આરોપ કરેલો છે, તે શા નિમિત્તે છે? ઉત્તર:-અરિહંત ભગવંતો પાંચ વર્ણવાળા, અને સિદ્ધો વર્ણ વિનાના શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યા છે, અને આચાર્યાદિક કેવલ પીતવર્ણાદિકવાળા હોતા નથી, પણ પૂર્વાચાર્યોએ એમ કહયું છે કે “શ્વેતવર્ણ વિગેરે એક એક વર્ણના આરોપ કરવા પૂર્વક, એમનું ધ્યાન કરવામાં આવે, તો સિદ્ધિદાયક થાય છે.” અને તે આચાર્ય ભગવંતો તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી સામગ્રી મુજબ વિચિત્ર ક્રિયામાં પ્રવર્તે છે, માટે કઈ અયુક્ત નથી. ર-૨૯a પ્રશ્ન: જુમતિ મન:પર્યવજ્ઞાન મનુષ્યોત્રમાં રહેલા સંક્ષિજીવોના મનમાત્ર વિષયક છે, એમ કલ્પસૂત્રની અવચૂર્ણિ વિગેરેમાં કહ્યું. અને પન્નવાણા ટીકામાં હવે વાતૃતીયદીપસિપુકાન્તર્વત્તિ ત્યાતિવા “અઢી દ્વીપ અને બે સમુદ્રમાં વર્તમાન સંક્સિજીવોના મનના પર્યાયોને જાણે છે.” આ વ્યાખ્યાથી વર્તમાન જ સંક્સિજીવોના મનના પર્યાયોને જાણે એમ કરે છે. તેથી પન્નવણા ટીકામાં એમ પણ કહ્યું કે-“મન:પર્યાયજ્ઞાની ભૂતકાળનો પણ, પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાણે છે, તે કેવી રીતે ઘટે? ઉત્તર –ઉપરની પંક્તિમાં જે વ્યક્તિ પદ , તે મનુષ્યક્ષેત્રની બહાર વર્તનારા સંશી જીવોના મનના જ્ઞાનનો નિષેધ કરવામાં તત્પર છે, પણ ફક્ત વર્તમાન સંજ્ઞી જીવોના મનોદ્રવ્યનું જ્ઞાન કરે એ નિયમમાં તત્પર નથી, તેથી અવધિજ્ઞાનીની પેઠે મન:પર્યવજ્ઞાની પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, ભૂત અને ભાવીનો જાણે છે, તેમાં કાંઈ પણ વિરોધ નથી. I ૨-૨૯જા પ્રશ્ન: અસુરકુમાર વિગેરે ભવનપતિઓનાં ભવનો કઈ રીતિએ રહેલાં છે? પન્નવણા સૂત્રમાં તો કહ્યું કે “હે ભગવાન! દક્ષિણના અસુરકુમાર વિગેરે દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! જંબુદ્વીપમાં આ રત્નપ્રભા
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy