SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ -“બાદરની પ્રરૂપણા કર્યાથી સૂક્ષ્મ સુખેથી શિષ્યો જાણી શકે છે.” માટે બાદર પુદગલ પરાવર્તની પ્રરૂપણા કરાય છે. પરંતુ કોઈ પણ બાદર પુદગલ પરાવર્ત કોઈ પણ ઠેકાણે સિદ્ધામાં પ્રયોજનવાળો દેખાતો નથી. તેમજ ચારે સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તમાંથી ક્ષેત્રપુદગલપરાવર્ત જીવાભિગમમાં બહુલતાએ ગ્રહણ કરેલ છે. ક્ષેત્ર થકી માગણી કરવામાં તેનું ગ્રહણ કરેલું છે. તે સૂત્ર બતાવે છે:जे साइसपज्जवसिए मिच्छदिट्ठी से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अर्णतं कालं, अणंता ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरिअट्ठ देसूणमित्यादि જે સાદિ સપર્યવસિત મિબાદષ્ટિ છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતો કાલ, અનંતી અવસર્પિણી કાલથી છે, અને ક્ષેત્રથી અર્ધ પુદ્ગલ પરાવર્ત દેશે કરી ઉણ છે.” તેથી- બીજે ઠેકાણે પણ જ્યાં વિશેષ નિર્દેશ કર્યો નથી, ત્યાં ક્ષેત્ર પુદગલપરાવર્ત ગ્રહણ કરાય છે. આ ૨-૨૦૧૩ પક્ષ: દેવદ્રવ્યના અધિકારમાં “શ્રાવકોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ કરાય? કેમકે પવરવંતો શિખવલ્વે માંતસંતોિ ોિ -“જિનદ્રવ્યને ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે.” આ પ્રમાણે જાણતાં છતાં, બીજાને દેવદ્રવ્ય ધીરતા, તેઓની સંસારવૃદ્ધિમાં કારણ બને છે, વિષ કોઈને પણ વિકાર ર્યા વિના રહેતું નથી, પણ બધાઓને હાનિકર્તા થાય છે. અન્ય ગ્રંથમાં આલોયણના અધિકારમાં દેવદ્રવ્યભક્ષક ઉદર વિગેરેને પણ આપત્તિ બતાવી છે, માટે દેવદ્રવ્યની શી રીતિએ વૃદ્ધિ કરવી? ઉત્તર:-મુખ્યવૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે, પણ કાળ પ્રમાણે ઉચિત વ્યાજ આપવા પૂર્વક લેવામાં આવે તો મહાન દોષ નથી, અને અધિક વ્યાજ આપવામાં તો દોષનો અભાવ જણાય છે, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જને કરેલું છે, તે નિઃશકપણું ન થાય તેને માટે છે. વળી જિનશાસનમાં સાધુને પણ, દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ તેનો વ્યાપાર ન કરવો, તે યુક્તિયુક્ત છે. કેમકે કોઈ વખત પણ પ્રમાદ વિગેરેથી તેનો ઉપભોગ થવો ન જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું. દરરોજ સંભાળ કરવી,
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy