________________
સામુદાયિક, અને જાહેર ધાર્મિક રીત રીવાજોનો ત્યાગ કરી નવાનવાનો અમલ કરવો, આગમો છપાવવા, ગીતાર્થ સિવાયના મુનિ મહારાજાઓમાં છાપા વાંચવા અને છપાવવાની પ્રવૃતિ, પ્રાચીન શોધખોળને નામે કે શિલ્પ અને કળાને નામે જ પ્રાચીન વસ્તુઓ શોધવી, સાધુ-સાધ્વીની નીંદા અને તેમને સુધારવા સાધુ થયા વિના બહાર પડવું, કલ્યાણક ભૂમિઓના વહીવટો કમીટીને સોંપવા, સામાયિકાદિને બદલે ધ્યાન ધરવાની પ્રવૃત્તિ, નગરમંદિરમાં જવાની આળસે ઘરમાં પ્રતિમાજીની સગવડ રાખવી, ફોટા અને અપ્રતિષ્ઠિત પ્રતિમાઓના દર્શનથી સંતોષ માનવો, સાત ક્ષેત્રો સિવાય બીજા કામોમાં તેમજ મનમાં આવે તેવાં ખાતાઓ ઉભા કરવા તથા તેમાં નાણાં ધર્મબુદ્ધિથી આપવા, સંસ્થાઓના ફંડમાં પૈસા આપવામાં જ સાધર્મિક વાત્સલ્ય માની લેવું, ક્રિયાના વિરોધ તરીક જ્ઞાનનો પ્રચાર, નજીવા કારણે સંઘોના વંશ વારસાના આગેવાનોને રદ કરવાના વિચારો અને પ્રવૃત્તિઓ, સંઘના બંધારણના સૂક્ષ્મતત્ત્વોનો સ્વીકાર ન કરવો, અને બહુમતીના ધોરણે બંધારણ અમલમાં લાવવા, નાની મોટી નવી નવી સામુદાયિક મંડળાદિ સંસ્થાઓ સ્થાનિક ગામડાઓમાં પણ સ્થાપવી, સાતક્ષેત્રના વિપરીત અર્થ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વિપરીત અર્થ, અલગ અલગ સંઘાડાના અલગ અલગ પ્રતિનિધિઓની યે પ્રતિનિધિનો અભાવ, ગોખવાની પદ્ધતિ સામે ટીકા અને વિરોધી પ્રચાર, ગોખણપટ્ટી શબ્દમાં નિન્દાનો ધ્વનિ છે. યુરોપીય શૈલી અને દ્રષ્ટિને તથા તેની તુલનાને મુખ્ય રાખીને પ્રાચીન શાસ્ત્રોના અર્થ વિચારવા, આજની ખોટે રસ્તે દોરનારી શોધખોળને ઉત્તેજન અને તેના ઉપર અંધશ્રદ્ધા, કોઈ પણ નાના મોટા કામમાં સમિતિ-કમીટી નિમવાની હાનિકારક ટેવ, ગમે તેનાં ભાષણો સાંભળવા, ઉપાશ્રયમાં ગમે તેને ભાષણ કરવા દેવું, મુનિ મહારાજાઓએ જાહેર ભાષણ આપવાની પ્રવૃત્તિને પોષવી, ધર્મ કરતાં આધુનિક વિજ્ઞાનને ચડીયાતું માનવું, અને વધુ હાનિકારક માનવાને બદલે હિતકારક માનવું, લાઉડસ્પીકરાદિનો ઉપયોગ, ભક્તિને બદલે સેવાના નામે ધંધાદારી પદ્ધતિને ઉત્તેજન, શ્રાવકોને ધાર્મિક અને ધર્માદા ખાતામાં નોકરી રાખવા અને શ્રાવકોએ રહેવું, દહેરાઓમાં પૂજારી તરીકે પગારદાર શ્રાવકો, આશ્રિત ખાતાઓ અને ફો ઉપર વધતો જતો શ્રાવકોની આજીવિકાનો આધાર, અનાથાશ્રમો બાલાશ્રમો, સીદાતાઓ માટે સ્થાયિ ફંડો ઉભા કરવા, ચતુર્વિધ સંઘની સંસ્થાનું અસ્તિત્વ છે કે નહિ? તે વિષે ઉછરતી પ્રજાની ઉપેક્ષા વધે તેવા પ્રયાસો, જ્ઞાતિઓ તોડવાના પ્રયાસો, અને તોડનાર કાયદાને ટેકા, રોટી બેટી વ્યવહારમાં સેળભેળપણું, જ્ઞાતિના મૂળ બંધારણ ફેરવી કમીટીની રૂપમાં લઈ જઈ બહુમત ઉપર બંધારણો
૧૨