________________
૪. નવા મત-પંથ ન પાડવા:- નવા નવા પંથ જમાવવા નહીં. અને જમાવવાનું વાતાવરણ કોઈ ઉત્પન્ન કરે, તો ખુબીથી ઉત્પન્ન ન થવા દેવું. ગમે તે મૂળ વર્ગમાં રહીને તેની મર્યાદાને અનુસરીને ભલે પોતાને ગમે તે બીજા કોઈપણ મૂળ વર્ગની ક્રિયા બીજાની ટીકા કર્યા વગર કરે. તેની સામે વાંધો લેવાનો ન હોય. જેને જીવનમાં ધર્મ જોઈતો હોય તેણે પોતાને જેના ઉપર શ્રદ્ધા હોય, તેનીજ કિયા તો કરવી જ જાઈએ.
૫. જૈનધર્મનાં અંગ ટકાવવાના મુખ્ય પ્રતિકો-કરેમિ ભંતે સૂત્ર, પંચગીની માન્યતા, શત્રુંજય તીર્થ, ચોવીશય તીર્થકરોને પૂજ્ય દેવ માનવાની ભાવના, પાંચ પ્રતિક્રમણ, પર્યુષણ પર્વ, સંવત્સરી પર્વ, ક્ષમાપનાની પત્રિકાઓ, કલ્પસૂત્ર, સાંવત્સરિક જાહેર પ્રતિક્રમણ, આયંબીલની ઓળી, અયાત્રિક તીર્થયાત્રાના સંઘ કાઢવા, કાયમી બચાવ માટે આગમો લખાવવા, નવા પ્રતિમા અને મંદિરો ભરાવવા, તે તરફ પૂજ્યબુદ્ધિ, સાધુ-સાધ્વી વર્ગ તરફ પૂજ્યતા, કલ્યાણક ભૂમિઓની વાસ્તવિક રક્ષા, સામાયિક વિગેરે ક્રિયાઓની ચાલુ પ્રવૃત્તિ, ધાર્મિક સાત ક્ષેત્રોની રક્ષા અને ઉપદેશ, સાધર્મિક વાત્સલ્યોનાં જમણ, દેશી ચોપડાની સાંગોપાંગ પદ્ધતિ, સંઘના પૂર્વાપરના બંધારણ, સકળ સંઘના એક આચાર્ય પ્રતિનિધિ, પ્રાચીન શાસ્ત્રો ગોખીને મોઢે કરીને ભણવા, ચાલતી આવતી પરંપરા પ્રમાણેજ તેના અર્થ સમજવા, મેમ્બરોને બદલે કાર્યવાહકો નીમીને કામ કરવાની પદ્ધતિ ટકાવી રાખવી, ગુરુઓ મારફત ખાસ ધર્મોપદેશ સાંભળવો, મુખ્યપણે ઉપાશ્રયમાં જ વ્યાખ્યાન ચાલુ રાખવા, સંયમી-ક્રિયાપાત્રો અને તપસ્વીઓની ભક્તિ, શ્રાવકોમાં અનુકપ્પતાની ભાવનાનો અભાવ, ચતુર્વિધ સંઘની અપૂર્વ સંસ્થા તરફ સંપૂર્ણ વફાદારી, જ્ઞાતિઓની પવિત્રતા અને પરંપરાના વહીવટોનો ટકાવ, અને તેના તરફ વફાદારી, જ્ઞાનભંડારો ઉપર તર્ત સ્વતંત્ર “શ્રી ચતુર્વિધ સંઘનો જ કબજે, કમીટીઓ અને ટ્રસ્ટીઓને બદલે કાર્યવાહકોની નિમણુંકથી તીર્થોનો વહીવટ કરવો વિગેરે.
૬. નુકશાનકારક પ્રતિકો પ્રગતિ, ઉન્નતિ, આગળ વધવું વિગેરે વિચારો, આધુનિક કેળવણી, જૈન શૈલીને નહિ અનુસરતા ગમે તેવા સાહિત્ય તરફ પ્રેમ ઢળવો, યાત્રાને બદલે ટુર-મુસાફરીની ભાવના, આર્યપ્રજાના પૂજ્ય પુરુષોને બદલે સીવીલાઈઝ નેતાઓને માન આપવું, ધાર્મિક ક્રિયાને બહાને અવિહિત પ્રવૃત્તિઓ કરવી, જયંતી વિગેરે નવાં પર્વો, એશોશીયેશન, કોન્ફરન્સ, મંડળો વિગેરે નવી સંસ્થાઓ, બહુમતવાદ, પત્રકોનો ખાસ વહીવટ, પર્વોની આરાધનામાં અંતરાય પાડનારી જાદીજુદી પ્રવૃત્તિઓ, પરંપરાથી ચાલ્યા આવતા કૌટુંબિક,
૧૧