________________
પદ્માવતી કૂખે ઉપન્યો હું વારીલાલ કમેં કીધો ચંડાલ રે હું વારીલાલ ૧ કરકંડુને કરૂં વંદના હું વારીલાલ પહિલો પ્રત્યેક બુદ્ધ રે હું વારીલાલ ગિરૂઆના ગુણ ગાવતાં હું વારીલાલ સમકિત થાયે શુદ્ધ રે હું વારીલાલ ૨ લીધી તે વાંસની લાકડી હું વારીલાલ થયો કંચનપુર રાય રે હું વારીલાલ બાપ શું સંગ્રામ માંડયો હું વારીલાલ સાધવી દીયો સમજાય રે હંવારીલાલ ૩ વૃષભ રૂપ દેખી કરી હું વારીલાલ પ્રતિબોધ પામ્યો નરેશ રે હું વારીલાલ ઉત્તમ સંયમ આદર્યો હું વારીલાલ દેવતાએ દીધો વેષ રે હું વારીલાલ ૪ કર્મ ખપાવી મુક્ત ગયા હું વારીલાલ કરકંડુ ઋષિરાય રે હું વારીલાલ સમયસુંદર કહે સાધુને હું વારીલાલ પ્રણમ્યાં પાતક જાય રે હું વારીલાલ ૫
[2] ૨૮. કલાવતીની સઝાયો (૧) બહેન લીલાવતી તમને હું વિનવું સ્વામીની સેવા કરજો પતિ પરમેશ્વર આપણો છે બેની ઝાઝા તે કરજો જતન હો.
બેન કર્મ કરે તે સહેવું. સત્યપણાથી સવળું રે બોલી અવળું રે સમજ્યા છે સ્વામી વાંક એમા નથી કશો સ્વામીનો લખ્યા છે લેખ લલાટે... હો હેન) ૨ પરણીને આવી ત્યારથી જરી લાડમાં નથી રાખી ખામી માન આપ્યું છે અમને ઘણું એ એમાં નથી રહી ખામી... હો વ્હેન૩ હું જાવું છે વન વિષે હવે ઝાઝા પ્રણામ છે તમને સર્વ બેનોની ક્ષમા માગું છું મારે જાવું છે વન મોઝાર... હો હેન૦ ૪ પ્રભુ પ્રતાપે સંતાન દીધું કમેં કીધું કેવું . ભર જંગલમાં જન્મ જ દેશું હે પ્રભુ શરણ તમારું... હો બહેન૦ ૫ કાળો રથ ને કાળા છે માફો કાળા બળદ કાળા વસ્ત્ર ગળીનો ચાંલ્લો કીધો કપાળે ત્યાંથી તે ચાલ્યા જાય... હો બહેન૦ ૬ ચાલતાં ચાલતાં રે અટવી આવી ભર જંગલ ઘોર વન ત્યાંથી સતીને હેઠે ઉતાર્યા આંખે આંસુડાની ધાર... હો બહેન) ૭ સુભટે સંભળાવ્યું હૅન લીલાવતી રાજાનો હુકમ એવો કહેતા અમારી કાયારે કંપે બેરખાં કાપીને આપો... હો હેન૦ ૮ રોતા રોતા સતીજી બોલ્યા બેરખા કાપીને લ્યોને બેરખા કાપીને કહેજો સ્વામીને પાળી છે આજ્ઞા તમારી.... હો હેન૦ ૯
સક્ઝાય સરિતા
૬૪