________________
બેરખા કાપ્યા ત્યારથી તો સતીને દુ:ખ જ થાય
અફ્સોસ કરતાં મૂર્છા રે આવી સારવાર નથી કોઈ પાસે... હો વ્હેન૦ ૧૦ સવા નવ માસે પુત્ર જન્મીયો ચંદ્ર સૂરજ બેઉ થોભે
ભર જંગલમાં જન્મજ દીધો રે પ્રભુ શરણ તમારૂં... હો વ્હેન૦ ૧૧ દેવલોક માંહે દેવ સિંહાસન ચલાયમાન જ થાય દુ:ખ જાવ દેવ દેવી સહાયે... હો વ્હેન૦ ૧૨ કરે છે સતીને દુ:ખ જ થાય
બાળક લીધું સતીએ હાથમાં સતીને તેડી જાય... હો હેન૦ ૧૩ સાવ સોનાનો મહેલ બનાવ્યો ફરતા બેઠા છે દેવો
સતી આજ્ઞા વિના કોઈ ન આવે એવો શીયલનો પ્રભાવ... હો વ્હેન૦ ૧૪ સાવ સોનાની માંચીયે બેસી બાળકને ધવરાવે
દેવે વિચાર્યું સતી છે દેવો આવીને નમન
બાળક ધવરાવતા અફસોસ કરતા સ્વામી હશે સુખી કે દુ:ખી... હો વ્હેન૦ ૧૫ નિમિત્તને વેશે દેવ પધાર્યા આવ્યા રાજદ્વાર
રાજમાં આવીને પ્રણામ કરીને બેઠા છે રાજને પાસે... હો વ્હેન૦ ૧૬ નિમિત્તજી બોલ્યા અરે રાજાજી કિમ ઉદાસ દેખાઓ
રાજનજી બોલ્યા અરે નિમિત્તજી કલાવતી નીચ બુદ્ધિ જાણી... હો વ્હેન૦ ૧૭ બેરખા પહેર્યા ત્યારે મેં પૂછ્યું કહો રાણીજી ! આ ક્યાંથી
તેણે અમોને ઉત્તર આપ્યો જે માટે મન તેણે મોકલ્યો... હો વ્હેન૦ ૧૮ મારાથી બળીયો કોણ વસે છે એવું જાણી કાઢી વનવાસે બેરખાં કાપીને ભંડારે મૂક્યાં તે તમને દેખાવું... હો વ્હેન૦ ૧૯ બેરખા જોઈને નિમિત્તજી બોલ્યા ભુંડું થયું તે રાજન
જય વિજય બે બાંધવા દેહના સીમંત અવસરે મોકલ્યા... હો વ્હેન૦ ૨૦ નામ છાપેલુ જુઓ રાજાજી વગર વિચાર્યું કર્યું કામ
એટલું સાંભળતાં મૂર્છા રે આવી સેવકો છે તેની પાસે... હો વ્હેન૦ ૨૧ મૂર્છા ઉતરતાં રાજાજી બોલ્યા શું કરૂં નિમિત્તજી
આજ ભર જંગલમાં શું રે થયું હશે વગર વિચાર્યું કર્યું કામ... હો વ્હેન૦ ૨૨ જાઓ જાઓ સેવકો સતીની શોધમાં ચારે તરફ ફરી આવો
જે કોઈ સતીને શોધીને લાવે તેને મોં માગ્યું આપું દાન... હો બ્લેન૦ ૨૩ નિમિત્તને રાજન તિહાંથી ચાલ્યા, આવ્યા છે વન મોઝાર
DO
સજ્ઝાય સરિતા
૬૫