________________
ચાલતાં ચાલતાં અટવી રે આવી દેવતાઈ મહેલ જોય... ૨૩ સામે કલાવતી ગોખમા બેઠા, ખોળામાં પુત્ર તેની પાસે છે ટેથી આવતા રાજન જોયા હરખનો નથી રહ્યો પાર... ૨૫ પાસે આવીને દર્શન ક્યોં હર્ષે આંસુડાની ધાર પુત્રને દીધો સ્વામીના હાથમાં હરખનો નથી રહ્યો પાર... ૨૬ તેવે સમે વનમાં મુનિ પધાર્યા પૂછે બેરખડાની વાત કહોને મુનિ મે તો શા પાપ ર્યો હશે તે કર્મ ઉદયે આવ્યું આજ. ૨૭ તું રે હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડીલાનો જાવ તે એ સુંડાની પાંખો છેદાવી તે કમેં ઉદયે આવ્યું આજ... ૨૮ તમે તમારી વસ્તુ સંભાળો અમે લઈશું સંયમ ભાર દીક્ષા લીધી શ્રી મહાવીરની પાસે પહોંચ્યા છે મુક્તિ મોઝાર... ૨૯ સુમતિ વિજય કહે શિયલ પ્રભાવથી દુખી તે સુખી થાય સર્વ જનોને નમન કરું તેથી ઉતરશે ભવપાર... ૩૦
[2] ૨૯. કલાવતીની સઝાયો (૨) નગરી કોસાંબીનો રાજા કહીએ નામે જયસંગ રાય બેન ભણી જેણી બેરખા મોકલ્યા કરમાં તે ભાઈના કહેવાય રે
કલાવતી સતીય શિરોમણિ નાર ૧ પહેલી રાણીએ રાજા મહેલે પધાર્યા થાયે બેરખાની વાત કહોને સ્વામી તમે બેરખા ઘડાવ્યા સરખી ન રાખી દોય નાર રે ... ૨ બીજી રયણીએ રાજા મહેલે પધાર્યા પૂછે બેરખાની વાત કહોને કોણે તમને બેરખા ઘડાવ્યા તું નથી શીલવતી નાર રે ... ૩ ઘણું રે જવો જેણે બેરખા ઘડાવ્યા અવસર આવ્યો એહ અવસર જાણી જેણે બેરખા મોકલાવ્યા તે મેં પહેર્યા છે એહ રે " મારે મન એહને હું તેને મન તેણે મોકલીયા એહ રાત દિવસ મારે હઈડ ન વિસરે દીઠે હરખ ન છે રે ઈણ અવસર રાજા રોષે ભરાણો તેડાવ્યા સુભટ બે-ચાર સૂકી નદીમાં છેદન કરીને કર લઈ આવો આવાર રે બેરખા જોઈને રાજા મનમાં વિસામે મેં કીધો અપરાધ વિણ અપરાધે મેં છેદન કરાવ્યાં તે મેં કીધો વિરોધ રે
સક્ઝાય સરિતા S