________________
ઢંઢેરો ફેરવ્યો નયરીમે કુંટુંબ સહિત સહુ આવો પાંચ પાંચ મોદક સહુ લાવો ચક્ષ ભેટી સહુ જાવો ૧૧ સહુ આવે-જાવે ડ્રાય ઉપરી રહિયા જોવે ડોકરડી ચિતે કિમ કરવું વહુ હવે સાંજે નીસરીયા રથે બેસાર્યા બેટા વહુ ચારે ડોશી જઈ યક્ષને ભેટ્યા ભેટ્યા અભય કુટુંબ એ માહરૂં મંત્રી મેં ઓળખીયા બેટા બાપ બાપ કહિવા લાગા વહુનાં મન ઓલસીયા સાસુ કહે મકરો આશાતના પાછા તાણી લીધા ધવ ધવરથ બેસી નીસરિયા પુંઠે ગયા પસિદ્ધા ૧૨ જોયું પાછલિ જરડી કરની દ્રષ્ટિ ગાજી તુજ પુત્ર બહુની ઠાંઠલી કરી કરી ભાંજી તું કહાં ગયો'તો વળતો ના'વ્યો. વહિલો આઈ જુહાર કરૂં છું લેવા આવ્યો ફિરતો ફિરતો આવ્યો ઘેરે સિધાવો બેટા વહુ-સહુ હરખ્યાં સાર વસ્તુ ઘરમાંથી લીધી ડોશી થયા ઘર સરિખાં લાખ એક ખાવાને આપ્યો જીવે તિહાં ધરિ આપ્યાં સાતે સ્ત્રી સુખ ભોગવતાં દુ:ખતણાં દલ કાપ્યાં ૧૩ એહવે વીર આવ્યા સાતે સ્ત્રી જુઓ સાથિ દીક્ષા લીધી તિહાં સાચા શ્રીગુરૂ હાથિ પાળે એકમના કર્મ સર્વેને ટાળી કેવલ પામીને મુક્તિ લહસ્ય લટકાળી લટકાળી તે મુગતિ લહસ્યું તે તો દાન પ્રભાવે ઉત્તમના ગુણ લેઓ એઓ સજ્ઝાય કર્યો શુભ ભાવે શ્રી વિજયાણંદ સૂરિ રાજ્યે ઉસમાં પુરમાં કિયો સંવત સોલ અઈસીયે મનોરથ વિજયપખ્યાનો સીધો શુભવિજય પંડિત પાયસેવી લાલવિજય કહે પ્રાણી ભાવસહિત દાન દીઓ ભલીપરે હઈડે ઉલટ આણી ૧૪
[X] ૨૭. કરકંડુ (પ્રત્યેક બુદ્ધ)ની સજ્ઝાય ચંપાનગરી અતિભલી હું વારીલાલ દધિવાહન ભૂપાલ રે હું વારીલાલ
સજ્ઝાય સરિતા
૬૩