________________
ઢાળ ૪ દીક્ષા લઈને એક વરસ ભમ્યા વૈરાગી પછી વહોર્યા ઈસુ આહાર
- ધન ધન ઋષભજી શ્રેયાંસ ઘેર કર્યું પારણું વૈરાગજી પંચદિવ્ય થયા સાર ધન૧ ત્રિગડે બેસી જિનવરૂ વૈરાગીજી પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન ધન ગણધર ચોર્યાસી સ્થાપિયા વૈરાગીજી તિહાં મળી રે પર્ષદાબાર ધન૨ સંઘસ્થાપના સહુ પરે કરી વૈરાગીજી તિહાં વર્યો જય જયકાર ધન, દશહજાર સાધુ સાથ શું વૈરાગીજી પ્રભુ પામ્યા પદ નિર્વાણ ધન૦ ૩ શ્રી વિજય આનંદ સુરીશ્વરૂ વૈરાગીજી શ્રી વિજય પાટ સુરંગ ધન અષ્ટાપદગિરિ વિહાર ક્ય વૈરાગીજી તસ વિજય પાટ સુરંગ ધન, ૪
• ૨૫. કપિલ કેવળીની સઝાય
(રાગ : મહીમંડળમાં વિચરતાં રે...) કપિલ નામ કેવળી રે ઈણિપરે દીયે ઉપદેશ ચોરસય પાંચને ચાહીને રે વિગતે વયણ વિશેષ રે
નાચ ન નાચીએ, ચાર ગતિને ચોકે રે, રંગ ન રાચીએ... ૧ નાટક દેખાડ્યું નવું રે ભવ નાટકને રે ભાવ જે નાચે સવિ જીવડા રે જ્યારે જે પ્રસ્તાવ રે...નાચ ન નાચીએ ૨ પંચ વિષયને પરિહરી રે ધરો મન સાથે રે ધીર કાયરનું નહીં કામ એ રે નર-જે જે હોય વીર રે...નાચ ન નાચીએ ૩ ભવ દરીઓ તરીઓ દુ:ખ રે નિરમલ સંજમ નાવ ત્રણ ભુવનને તારવા રે બાકી સર્વ બનાવ રે...નાચ ન નાચીએ ૪ મન-વચનાદિક વશ કરી રે જયણા જે કરે જાણ દુરગતિના દુઃખ તે દળી રે પામે પરમ કલ્યાણ રે...નાચ ન નાચીએ ૫ લાભ લોભ વાધે ઘણો રે દો માસા લહી દામા કોડી ધન-મન કામના રે તૃષ્ણા ન શમી તામ રે..નાચ ન નાચીએ ૬ તસ્કર તે પ્રતિ બુઝીયા રે કપિલ ઋષિ ઉપદેશ ઉદયરતન વાચક વદે રે અરથ એહ લવલેશ રે..નાચ ન નાચીએ ૭
સઝાય સરિતા
પ૯