SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભ પરણી નિજ ઘર આવે રે ઈંદ્રાણી સુખે ગીત ગાવે રે... ૩ સમય રાજ્યનો અવસર જાણી રે લેવા ગયાં જુગલીયા પાણી રે જલ લાવ્યા જુગલીયા જામ રે દીઠો નવરો અંગુઠો તામ રે... ૪ પાણી નાંખ્યું તેહને ઠામ રે વિનીતા નગરી તે દીધાં નામ રે ત્યાસીલાખ પૂરવ ઘરવાસે રેજિનને સહુકો કહે સો પુત્ર દોય પુત્રી સાર રે તિહાં લગે રહે ભોગવી સુખ સંસાર રે - દીક્ષાની તેણી વાર રે... પ દરબાર રે ભાવના થાય રે... ૬ ૫૮ ઢાળ ૩ જુઓ જુઓ ઋષભદેવજી દીક્ષા લીએ વૈરાગી વડવીરોજી એકસો પુત્રને રાજ જુદા જુદા વહેંચી તે આપે ધીરોજી... ૧ દીન પ્રત્યે દાન એટલું દીયે આઠ લાખ એક કોડીજી જિનનું તે દાન જે નર લેશે તેની તે ભવતિ થોડીજી... ૨ ગોત્રીને જો ભાગજ આપે સાર્યાં વાંછિત કાજજી મણિ મુક્તાદિક ધનને છડી લેવા મુક્તિનાં રાજજી... ૩ વરસીદાન ઋષભજી આપે સાંભળો થઈ સાવધાનજી ત્રણસે ક્રોડ અઠયાસી ઉપરે એંસી લાખ કહ્યો માનજી... ૪ સબલ સુગંધક પાણી ઉગતડાં ઋષભને નવરાવેજી બહુ આભરણ અલંકાર પહેરાવી શિબિકામાં પધરાવેજી... પ ઈંદ્રધ્વજ આગળથી આવે અષ્ટ માંગલિક વળી જોડેજી ગજરાજ ઘોડાને બહુ પાખરિયાં જુએ લોક મન કોડેજી... ૬ સૌધર્મને ઈશાનના ઈંદ્ર બિહું પામે ચામર વીંઝેજી તેના રે દંડ મણિમાણેક જડ્યા જોતાં સહું મન રીઝેજી... ૭ પંચવરણનાં ફુલ વિખેરીયા દુંદુભિ વાજા વાગેજી ચાર નિકાયના દેવતા મળીયા સહુ મોહ્યા તેના નાદેશ... ૮ વિનીતા નગરી માંહે થઈને દીક્ષા લેવાને જાયજી લઘુ પતાકા ઝાઝેરી દીસે સોહાગણ નારી મંગળ ગાયજી... ૯ વન સિદ્ધારથ અશોકતીર હેઠે દીક્ષા લેવાને પ્રભુ ઠાયજી ચઉમુષ્ઠિએ લોચજ કરીયો દીક્ષા લીધી શ્રી આદિનાથજી ૧૦ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy