________________
નયરી અયોધ્યા જાણીયેજી રે ઈદ્રપુરીથી સાર નાભિકુલગર રાજયોજી રે વિશ્વતણો આધાર... આદીશ્વર૦ ૨ સુખ ભુવન સુખ સેજડીજી રે પોઢ્યાં મરૂદેવી માતા સર્વાર્થ સિદ્ધથી ચવીજી રે ઉતર્યા ઉદર મોઝાર... આદીશ્વર૦ ૩ અખોજ નિદ્રામાં છતાંજી રે સુપન દીઠાં છે શ્રીકાર ચૌદ સુપન પૂરા લક્ષ્યાંજી રે ફલ ભાખો ભરથાર... આદીશ્વર૦ ૪ પહેલે સુપને હાથિયોછ રે બીજે વૃષભ નિણંદ ત્રીજે સિંહ સોહામણો રે ચોથે લક્ષ્મી સાર... આદીશ્વર૦ ૫ ફુલમાળા છે પાંચમેશ રે છઠે ઉજ્જવલ ચંદ સાતમે દિનકર દીપતોજી રે આઠમે ધ્વજ આણંદ... આદીશ્વર૦ ૬ રજત કળશ નવમે ભર્યાજી રે દશમે પદ્મસર ખાસ સમુદ્ર અગિયારમે સુંદરજી રે બારમેં અમર વિમાન... આદીશ્વર૦ ૭ રયણરેલ વળી તેરમે રે ચઉદમે અગ્નિ પ્રધાન દશ ચાર સુપન એ સહજ રે તો દીઠા એમ... આદીશ્વર૦ ૮ સુપન પાઠક તો છે નહિંજી રે નાભિ કરે મનશું વિચાર રૈલોક્ય સુત હાંસે ભલોજી રે સુપન તણે અનુસાર... આદીશ્વર૦ ૯ મરુદેવા તિહાં હરખીયાજી રે સાંભળી ભૂપતિ વેણ નિજ થાનક આવી રહ્યાજી રે ગર્ભ વાસે ગુણ ગેહ.. આદીશ્વર૦ ૧૦ નવ માસ વાડે વલ્યાજી રે ઉત્તરાષાઢા નક્ષત્ર ચૈત્ર વદની આઠમ દિનેશ રે પ્રસવ્યો પુત્ર પવિત્ર... આદીશ્વર૦ ૧૧ જન્મ ઓચ્છવસુરે ક્યારે આવી છપ્પન કુમારી જન્મ વિશેષ એણીપરે કરીજ રે ગયા નિજનિજને ઠામ. આદીશ્વર૦ ૧૨
ઢાળ ૨ જુઓ જન્મ થયો જિનનો જાણી રે દેવ ઘર ભરે ધન આણી રે જિનની તિહાં ધનરાશિ લખાય રે માય બાપને હર્ષ ન માય રે... ૧ જિન રમત વંછે જિહાંરે દેવ છોકરાં થાય તિહાંરે જિનજી રમતાં તે કોઈ ન હાર રે જિનના અતિશય જન્મના ચાર રે... ૨ અનુક્રમે યૌવન આવે રે દોય હરિ - કન્યા પરણાવે રે
સાય સરિતા