________________
ધનદત્ત
લ્યો લ્યો કહે છે લેતા નથી, તો ધન્ય એહને શાબાશ રે. ૮ ધન્ય વેળા ને ધન્ય ઘડી રે, મૂકું મોહની જાળ રે; થઈએ મુનિવર સારીખો રે, છોડી આળ પંપાળ રે. ૯ મોહ તણે જોરે કરી રે, નાટક ફરી ફરી કીધ રે; પાંચમી ઢાળ સોહામણી રે, મુનિ માલ કહે સુપ્રસિદ્ધ રે. ૧૦
[2] ૨૨. ઈલાચીકુમારની સઝાયો (૩). નટવો નાચે ચોકમાં હો... લોક બજાવે તાલી રે... ઢમ ઢમ કરતી ઢોલ વગાડે.. નટ કન્યા રૂપાલી રે... નટવો..૧
શેઠ તણો એ લાડીલો... નામે ઈલાચીકુ માર... નટકન્યા દેખીને મનમાં... પ્રગટ્યો મોહ વિકાર રે.. નટવો..૨ એક કન્યા મેળવવા માટે... ઘર સામે નહીં જોયું... નટવો થઈને નાચ્યું એણે... કુળનું ગૌરવ ખોયું રે... નટવો..૩ રાજા રીઝે ને દાન આપે... તો એ કન્યા પામે... નટના ટોળા સાથે ફરતો... એથી બીજા ગામે રે.. નટવો..૪ રાજ તણા દરબાર જઈને... વિધવિધ ખેલ બતાવે... લોક રિઝયા પણ રાય ન રીઝયો... સહુને અચરજ થાય રે..
'
નટવો..૫ ચોથી વખતે વાસ પર ચઢતાં... નટ સમજ્યો સહુ વાત.. નટકન્યા પર રાજા મોહ્યાં... નટનો ઈચ્છતો ઘાત રે... નટવો..૬ દૂર દૂર દ્રશ્ય જોઈને... ચોટ હૃદયમાં લાગી રે... પવિની મોદક વહોરાવે... સામે મુનિવર ત્યાગી રે... નટવો..૭ તેજ ક્ષણે કમ ભેદાય... કેવલી પોતે થાય...
જ્ઞાનવિમલ ગણિ એમ વિચારે... મુનિ ઈલાચીકુમાર રે.. નટવો..૮ ૨૩. ઋષભદેવના પાંચેય કલ્યાણકની સઝાયો (૧) ક્યાંથી રે ઋષભપ્રભુ અવતર્યા ક્યાં લીધો અવતાર સરવારથ સિદ્ધ થકી વી ભરતક્ષેત્રે અવતારજી...
- તારો રે તારો દાદા ઋષભજી.. ૧
સક્ઝાય સરિતા