SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ વિશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો શું કરવો વિચાર. કર્મ. દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછું રે રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ, ૧૦ દાન લહું જો હું રાયનું, તો મુજ જીવિત સાર; એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ૦ ૧૧ થાલ ભરી શુદ્ધ મોદક, પવિણી ઉભેલી બાર; લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ. ૧૨ એમ તિહાં મુનિવર વહોરતા, નટે પંખ્યા મહાભાગ્ય; ધિક્ ધિક વિષયા રે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય, કર્મ૧૩ સંવર ભાવે રે કેવલી, થયા તે કર્મ અપાય; કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ. ૧૪ [A] ૨૧. ઈલાચીકુમારની સક્ઝાયો (૨) (રાગ : બાબુલ કી દુવાએ.....) ઈલાચીકુમાર ચિત્ત ચિંતવે રે, ઈન્દ્રાણી અવતારો રે; ધન્ય ધન્ય એ મુનિરાય ને રે, નવી જુએ નયણે વિકારો રે. ૧ અહો અહો સમતા એહની રે, નિલભી નિગ્રન્થ રે, નીરખે નહીં એ નારીને રે, અહો અહો સાધુનો પંથ રે. ૨ એ કુલવંતી સુંદરી રે, કંચનવરણી કાયા રે; અદ્ભુત રૂપ ઉભી અછે રે, પણ મુનિ મન ન ડગાયા રે. ૩ એક માય એહને જણ્યો રે, એક જયો મુજ માય; સરસ મેરૂનો આંતરો રે, કિહાં હું કિહાં મુનિરાય રે. ૪ ભારે કમ હું ઘણો રે, મેલી કુલ આચારો રે; નીચ નાટકણીને કારણે રે, છોડી દીધો વ્યવહાર રે. ૫ એ નારીના સંગથી રે, વંશ ચડ્યો આકાશ રે; જો ઍવું એહના ધ્યાનથી રે, તો પહોંચુ નરકાવાસ રે. ૬ દાન લેવાને કારણે રે, ક્રોડ કરું ઉપાય રે; તોયે પણ દેતા નથી રે, મોહ ફંદે એ રાય રે. ૭ સાધુને આપે શ્રાવિકા રે, મોદક મનને ઉલ્લાસ રે; સક્ઝાય સરિતા ૫૪
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy