________________
ગુરૂ ઉપદેશ સુણી રાય સંપતિ, વિકટ અનાર્ય દેશે સુલભ વિહાર કીધાં મુનિવરનાં, ભવિજન લાભ વિશેષે. ભ૦...૧૦ લાખ સવા પ્રાસાદ કરાવ્યા, દાનશાલા શત સાત એણીપરે જિનશાસન અજુવાલ્યા, રાખ્યા નામ વિખ્યાત. ભ૦... ૧૧ વીર પ્રભુ નિવણ સંવત્સર, વરસ દોયમેં જાણ અધિક વરસ ઉપર એકાણું, તે સમે સંપ્રતિ ભાણ. ભ૦... ૧૨ અષ્ટમ પટધર આર્ય સુહસ્તિ, સોહમ પટદાર છાજે ઈહાં નિગ્રંથ બિરૂદ એ પહેલું, દીપવિજય કવિરાજે
ભવિ તુમે વંદો રે... ૧૩ • [2] ૨૦. ઈલાચીકુમારની સઝાયો (૧) નામે ઈલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર, નટવી દેખીને મોહીયો, નવિ રાખ્યું ઘર સૂત્ર; કર્મ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ સ્નેહ વિકાર, નિજ કુલ ઝંડી રે નટ થયો, નાણી શરમ લગાર. કર્મ. ૧ માતાપિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત.
'કર્મ૦ ૨ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કર્મઠ ૩ એક પૂર આવ્યો નાચવા રે, ઊંચો વાંસ વિશેષ; “ તિહાં રાય જોવાને આવીયો, મલીયા લોક અનેક. કર્મ૪ ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ; પાય તલ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ, કર્મ, ૫ દોય પગ પહેરી રે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ; નોંધારો થઈ નાચતો, ખેલે નવા નવા ખેલ. કર્મ નટડી રંભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતેઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ૦ ૭ તવ તિહાં ચિતે રે ભૂપતિ, લુબ્ધો નટડીની સાથ; જો નટ પડે રે નાચતો, તો નટડી કરું મુજ હાથ. કર્મ, ૮
સઝાય સરિતા
૫૩