________________
તિણ અનુસાર મેં કયો રે લાલ, મુનિ રામચંદ પર ઉપગાર હો ગુરૂજી.. ૧૦ સમકિત દઢ પંચ ઢાળીયો રે લાલ, અન્યથા કોઈ હઈ ગયો રે લાલ
મિચ્છામિ દુક્કડં મોય હો ગુરૂજી... ૧૧ સંવત અઢાર છત્રીસમાં રે લાલ આસો વદિ દશમને દિન હો ગુરૂજી રાખે સમકિત નિર્મળ રે લાલ
તે જગ જાણ્યો ધન્ય હો ગુરજી.. ૧૨ ૧૯. (ખ) આર્યસુહસ્તિસૂરિ મહારાજાની સઝાય ભવિ તુમે વંદો રે, પટધારી ગચ્છરાયા આઠમા પટધર રે, ભવિજનને સુખદાયા આર્યસુહસ્તિસુરી વિચરતા આતમ કાજ સુધાર્યા બહુ મુનિ પરિવારે, પરિવર્યા નયરી ઉજેણી પધાર્યા
ભવિ તુમે વંદો રે... ૧ કુંવર અવંતિસુકુમાલ તિહાં, વાંદ્યા ગુરૂ મન ભાવે દીક્ષા લઈ સંયમ તપ સાધી, નલિની ગુલ્મ સુર થાવે. ભ૦... ૨ મુનિ કાઉસ્સગ નિર્વાણ ઠેકાણે, પાર્થ અવંતિ કરો ભદ્રામાતા કરાયો દેવલ, નાદે ગાજે ગુહિરો. ભ૦... ૩ એકદિન રથયાત્રા વરઘોડે, સંઘ સહિત ગુરૂ સાથે સન્મુખ સંપ્રતિરાય સવારી, ગુરૂ દેખી મન ભાવે. ભ૦.... ૪ ચિંતવતા હુઓ જાતિસ્મરણ, પૂરવભવ નૃપ દેખે ઉતરી મહેલથી ગુરૂ પ્રણમે, ધન દિન આજ વિસેખે. ભ૦... ૫ ભિક્ષુક ભવે ગુરૂદેવ પસાથે, એક દિન સંયમ પાલે તેથી સંપ્રતિ નૃપતિ થયો હું, ગુરૂ ઉપકાર સંભાલે. ભ૦... ૬ ગુરૂ કહે સંપ્રતિ સંયમ સાધન, પંચમ પદને નમીયે બાર માસ પર્યાય જેહને, અનુત્તર સુખ વ્યતિક્રમીયે. ભ૦... ૭ એક દિવસનું સંયમ પાળે, દેવગતિ તસ ભાવે તું નૃપતિ થયો એ અધિકાર, અમર મોક્ષપદ પાવે. ભ૦... ૮ વીર જગતગુરૂ નમવા પટધર, હું છું સંપ્રતિ સુણીયે શ્રેણિક કોણિક નવમો પટધર, સંપતિ તુંહીજ ગણીયે. ભ૦... ૯
સક્ઝાય સરિતા