________________
તવ સહ માયા સમેટને, સાધુ રૂપ બનાય મન્થેણ વંદામિ મુખ કહી, ઉભો સન્મુખ આય... ૨ આપ એતા કીહાં અટકીયા, કાંઈ દીઠો મારગ માંય ગુરૂ કહે નાટક નિરખીયો, એક પલક પગ કાય... ૩ પલક હો કિંણ કારણે, નાટક પડ્યો છ માસ દેખો સૂરજનો માંડલો, જોયો હૃદય વિમાસ... ૪ ઈમ કહી દેવ અદશ્ય થયો, ગુરૂ ચિતે તેણીવાર ઈહાં કોઈક છળ ઉપન્યો, કહેતાં વાત વિચાર... ૫
ઢાળ-પ
રૂપ કીચો દેવતા તણો રે લાલ કરી ઋદ્ધિ વિસ્તાર હો ગુરૂજી ધર્મ તણાં ફળ એ સહી રે લાલ, શંકા મ કરો લગાર ગુરૂજી સમતિમાં સેઠો રહો રે લાલ... ૧ હું ચિત્તવલ્લભ ચેલો આપનો રે લાલ ઉપન્યો સરગ મોઝાર હો ગુરૂજી જઘન્ય પદ દેવતા તણો રે લાલ, ઉત્કૃષ્ટો મોક્ષ સાર હો ગુરૂજી... ૨ રાખો અરિહંત વયણની આસથા રે લાલ ટાળો સમકિત દોષ હો ગુરૂજી સરગ નરક સત્ય જાણજો રે લાલ, કર્મ ખપાવ્યા હોવે મોક્ષ હો ગુરૂજી... ૩ હું સંયમપાળી હવો દેવતા રે લાલ, રત્નજડિત વિમાન હો ગુરૂજી દોય હજાર વરસાં લગે રે લાલ એક નાટકનો પ્રમાણ હો ગુરૂજી... ૪ થે નાટકમાં મોહિ રહ્યા રે લાલ હું મોહિ રહ્યો તેમ હો ગુરૂજી હું તમને ભૂલી ગયો રે લાલ લાગ્યો નવલો સનેહ હો ગુરૂજી... . સમતિ મેં સૂંઠા કીયા રે લાલ કાઢ દીયો મિથ્યા સાલ હો ગુરૂજી ગુરૂશું ઓશિંગણ હવો રે લાલ હવો જિનધર્મ મેં લાલ હો ગુરૂજી... ૬ દેવ પ્રતિબોધી ગયો રે લાલ ગુરૂએ સંયમ લીધો ભાર હો ગુરૂજી ચારિત્ર પાળી નિર્મળો રે લાલ અવરને કીયો ઉપકાર હો ગુરૂજી... ૭ આષાઢાચાર્યએ ભલીપરે રે લાલ, જિનમારગ દીધો દિપાય હો ગુરૂજી અંતસમય અણસણ કરે રે લાલ મોક્ષ ગયા કર્મ ખપાય હો ગુરૂજી... ૮ આષાઢાચાર્ય જેમ દઢ હવો રે લાલ, તિમ રહેજો ચતુર સુજાણ હો ગુરૂજી દર્શન પરિષહ જિતજો રે લાલ, જિમ પહોંચ્યા પદ નિર્વાણ હો ગુરૂજી... ૯ ઉતરાધ્યયન બીજે કહ્યો રે લાલ, કથામાંહિ અધિકાર હો ગુરૂજી
00
સજ્ઝાય સરિતા
૫૧