________________
ઢીલ નવિ કીજીએ એ, ઉલ્લાસે માહરો દેહ કે. પૂ૦... ૧૫ પ્રશ્ન પડુત્તર એટલા એ, ત્રીજી ઢાળ મોઝાર કે મુનિ રામચંદ કહે એ, આગે સુણો અધિકાર છે. પૂ.. ૧૬
ઢાળ-જ' સામ-સામી રે ખેંચતા ઝોળી, ખુલ ગઈ નીઠ ગુરૂજી પાત્રામાં ઘરેણા ભર્યા, તતક્ષણ રાયે દીઠ ગુરૂજી
* ઘેં ઘરેણાં કહાંથી લાવીયા... ૧ કહે તારા મનની વાત ગુરૂજી, થે વેષ લજાયો લોકમાં કહો કિહાં લગે જાત ગુરૂજી. થે.... ૨ વળતા રાય-રાણી કહે, અમે પુત્રના માય-તાય ગુરૂજી ઘરેણાં જાવે તો આ ઘડી, પણ બાળક ઘાને બતાય. ગુરૂજી. થે..... ૩ રાય-રાણી કહે રોવતાં, મહારા સુતના કાંઈ હવાલ ગુરૂજી જળી જાવે મુજ કાળજો, દેખું નહિ જો બાળ ગુરૂજી. થે... ૪ વેગે મુજને બતાય ઘો, હૈડો મારો કુમળાય ગુરૂજી થે છાના કઠે ગોપવ્યા, જીવ મારો બળી જાય ગુરૂજી. થે.... ૫ જીવતાં હોય તો જોઈ લેઉ, મુઆ હોય તો દેઉં દાગ ગુરૂજી ગુરૂ આંખો મીંચી રજ્ઞા, આવી લાજ અથાગ ગુરૂજી. થે.... ૬ જો ધરતી ફાટી પડે, તો પેસી જોઉં પાતાળ ગુરૂજી મોટો અકારજ મેં કીયો, માર્યા નાનડીયા બાળ ગુરૂજી. થે.... ૭ દેવે મનમાં વિચારીયો, હજી ગુરૂમાં છે લાજ ગુરૂજી લાજથી મારગ આવશે, લાજે સુધરશે કાજ ગુરૂજી. થ૦... ૮ અરિહંત સિદ્ધ મુનિ ધર્મના, ચિંતવે શરણા ચાર ગુરૂજી અબ ઈહાં વેળાને વિષે, આપ તણો આધાર ગુરૂજી. થે... ૯ સમજાવણને કારણે, ચોથી ઢાળે ચરિત્ર સાર ગુરૂજી મુનિ રામચંદ કહે સાંભળો, આગે ચેલા તણો અધિકાર ગુરૂજી. થે..... ૧૦
દુહા વાડી ફરી જયું બાગમેં, ગુરૂ હુઆ ભયભ્રાંત દેવે મનમાં જાણીયો, આવી મિલ્યો સબ તાંત... ૧
સઝાય સરિતા