________________
હાથી ઘોડા ઘણા એ, રથ પાળાનો નહિ પાર કે
- પૂજ્ય પધારીયા એ... ૧ ભૂપતિ વંદણ આવતાં એ, સાથે નિજ પરિવાર કે પ્રદક્ષિણા દેઈ કરી એ, વંદે વારંવાર કે. પૂ૦...૨ મેં તો સામા વંદણ આવતા એ, મહારે પૂજયશું છે બહુ રાગ કે , આપ આવી મિલીયા એ, મહારા મોટા ભાગ્ય કે. પૂ૦... ૩ મેં દરિશણ દીઠો આપનો એ, મહારે વૂઠીયા દૂધડે મહેકે મનવંછિત ફળીયા એ, આજ પાવન હઈ દેહ કે. પૂ૦... ૪ ઈણ દરિશણને હું વારણે એ, વારંવાર હજાર એ સૂઝતો લીજીએ એ, વિવિધ પ્રકારનો આહાર કે. પૂ૦... ૫ ગુરૂ કહે રાજન સુણો એ, તાહરે ધર્મશું રાગ એ આહાર વહોરણ તણો એ, માહરે નહિ તિલ ભાવ કે. પૂ૦... ૬ ભાવ નહિ વહોરણ તણો એ, ક્યુ કરો ખેંચતાણ એ . હઠ નવિ કીજીએ એ, તુમે અવસરનાં જાણ કે. પૂ૦... ૭ વળતા ભૂપતિ એમ કહે એ, જોડી દોનું હાથ કે હઠ લીધો ઘણો એ, કિમ ખેંચો એ વાત કે. પૂ૦... ૮ દેવ ચારિત્ર દેખાડીયો એ, ત્યારે હુઓ ભિક્ષાનો કાળ મધ્યાસ હઈ ગયો એ, રૂથતાં લીજે મુનિ આહાર કે. પૂ... ૯ આ દ્રાક્ષનો ધોવણ ભલો એ, પૂરો ભરી લ્યો પાત્ર એક મીઠાઈ લીજીયે એ, પીવા લ્યો મિસરી જાત કે. પૂ૦... ૧૦ ગુરૂને વિણ વહોરાવીયા એ, મારે જમણનો નિય છે કે કાઢો પાતરાં એ, તમે ઝોળી ન ખોલો કેમ કે. પૂ૦... ૧૧ તમે મુઝે ઝોળી પડ રસા એ, એ નહિ જોરાવરનો કામ કે કિમ વહોરાવશો એ, મારે નિશ્ચય નહિ પ્રમાણ છે. પૂ૦... ૧૨ તુમે શ્રાવણ મોટકા એ, મુજને લીધો ઘેર કે જાવણ દિયો નહિ એ, હું હઈ ગયો મણનો શેર કે. પૂ૦... ૧૩ મે શ્રાવણ ઘણા દેખીયા એ, ઉત્તમ ક્ષેત્ર મઝાર કે હઠ લીધી નહિ એ, એવી ઈણહિજ ઠાર કે. પૂ૦... ૧૪ મુનિસર સુણો તુમે પાધરાએ, માંડે પાત્ર જ એહ કે
// સક્ઝાય સરિતા
૪૯