SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નિધે કો કેહનો નહિ, સઘળી વાતો ફોક. ૧ ચોથા ચેલાશું હતો, પૂરો માહરે પ્રેમ સૂત્ર વચન સાચા હવે, તે પાછો ન આવે કેમ... ૨ ઢાળ-૨ આષાઢાચાર્ય ઈમ ચિંતવે પાછો જાઉ હો માહરે ઘરવાસ કે સુંદરીશું સુખ ભોગવું, વિલસીજે હો વળી લીલ વિલાસ કે... ૧ ચારિત્રથી મન ચળ ગયો, ઘર ચાલ્યા હો થઈ શ્રદ્ધા ભ્રષ્ટ કે અરિહંત વચન ઉત્થાપને, ખાલી હુઓ હો ખોઈ સમક્તિ દષ્ટિ કે... ૨ તિણે સમે આસન કંપીયો, દેવે દીધો હો તિહાં અવધિજ્ઞાન કે ગુરૂને દીઠાં ઘેર જાવંતા નાટક માંડ્યો હો મારગમાં પ્રધાન કે... ૩ માસ છ નાટક નીરખીયો, આચારજ હો હુઓ મન ઉલ્લાસ કે પૂરો હુઓ એ નાટક પાંગર્યો, વિહાર કરતાં હો આયો વનવાસ કે... ૪ દયાતણી પરીક્ષા ભણી, દેવે દીધા હો નાનડીયા બાળ કે ઘરેણાં બહુ પહેરાવ્યા, રમઝમ કરતા હો આયા સુકમાળ કે... ૫ છએ છોકરા બોલ્યા તિણે સમે, પાયે લાગી હો જોડી દોનું હાથ કે શાતા છે પૂજ્ય આપને, ખમાવું છું તો સ્વામી કૃપાનાથ કે... ૬ પૃથ્વી પાણી તેઉ વાય રે, વનસ્પતિ હો છો રસ સ્વામ કે ગુરૂને કહે છે એ છોકરા, માત તાત દીધા હો મુજ નામ કે... ૭ દયા પાળી છે કાયની, નહિ કાંઈ હો દયામાં ભલી વાર કે પૂણ્યને પાપના ફળ નહિ, છોકરાના હો લેઉ ઘરેણા ઉતારકે... ૮ ગૃહસ્થને ધન વિણ નવિ સરે, પાને પડયો હો હારે મોકળો માલ કે પાતરા ધનશું પૂરણ ભરી, મલકતો હો ચાલ્યો મન ખુશીયાલ કે. ૯ દયા પણ દિલશું ગઈ, દેવે દીઠો હો ગુરૂએ કીધો અકાજ કે હું આજ મારગ આણશું, જો એહને હુંશે આંખમાં લાજ કે... ૧૦ એ બીજી ઢાળ પૂરી થઈ, મુનિ રામચંદ હો વળી ભાખે એમ કે ચતુરાઈ જુઓ એલાતણી, નિજ ગુરૂને હો ઠામ આણે છે કેમકે... ૧૧ 8ળો-8 રાય પડાવ વિકુવ્ય એ, લિયા ઘણા નર નાર કે ૪૮. સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy