________________
સુણ ચેલા મોરા, તું તો વહેલો આવજે એ... ૭ ચેલે ઠંડ્યા પ્રાણ, ઉપન્ય દેવ વિમાન સુણ ચેલા મોરા, ઋદ્ધિ વૃદ્ધિ પામ્યો ઘણી એ... ૮ ઝગમગ મહેલની જ્યોત, જાણે સુરજ ઉદ્યોત સુણ ચેલા મોરા, જાળી ઝરૂખાં ઝીલ રહ્યાં એ... ૯ થાંભા પૂતળી સાર, મહેલની માંહિ અપાર સુણ ચેલા મોરા, રત્નજડિત છે આંગણા એ... ૧૦ બાજોઠ રતનમય જોય, ઈસ ઉપલા સોવનમય હોય સુણ ચેલા મોરા, રત્નજડિત છે આંગણા એ... ૧૧ ફુલે પાથરી સેજ, દીઠાં ઉપજે હેજ સુણ ચેલા મોરા, સુંવાળી માખણ સારખી એ... ૧૨ ચુઆ ચંદન ચંબેલ, મહેકે સુગંધી તેલ સુણ ચેલા મોરા, ગુલાબ ચંપેલી ખૂબ રહ્યાં એ... ૧૩ મહેલની ચૌ દિશી બાગ, વળી છત્રીશે રાગ સુણ ચેલા મોરા, નાટક વિઘ બત્રીશના એ... ૧૪ કપડામાંહિ ગુલતાન, ઘરેણાં તણો નહિ પાર સુણ ચેલા મોરા, દેખતાં લોચન ઠરે એ... ૧૫ દીપતી દેવની દેહ, લાગ્યો નવલ સનેહ સુણ ચેલા મોરા, દેવીઓ શું મોહ્યા દેવતાએ... ૧૬ એક નાટક ઘમકાર, વર્ષ જાય દો હજાર સુણ ચેલા મોરા, ગુરૂ તો યાદ આવે કહાં એ... ૧૭ લાગ્યો સુખનો ઠાટ, ગુરૂ જુવે ચેલાની વાટ સુણ ચેલા મોરા, દેવતા તો આયો નહિ એ... ૧૮ ચેલો તો ભૂલ ગયો એહ, ગુરૂને ઉપન્યો સંદેહ સુણ ચેલા મોરા, સમતિમાં સાંસો પડ્યો એ... ૧૯ એ થઈ પહેલી ઢાળ, મુનિ રામચંદ્ર રસાળ સુણ ચેલા મોરા, આગે નિર્ણય સાંભળો એ... ૨૦
હુa
આષાઢાચાર્ય ચિત્ત ચિંતવે, નહિ સરગ નહિ મોક્ષ
સઝાય સરિતા