________________
નયર સખર સૂરરાણ રે દિન દિન કોડી કલ્યાણ રે મોહન. ૨૫ શ્રી તપગચ્છ ગુરુરાજીયો શ્રી વિજયસેન સૂરીંદ રે પ્રણમે સુરનર વૃંદ રે તસ પટ્ટ તેજ દિવાકરુ શ્રી વિજય પ્રભમુણીંદ રે પ્રતાપ ક્યું રવિચંદ રે મોહન૨૬ તપગચ્છમાં મહિમાનીલો જ્યસાગર ઉવઝાય રે જીતસાગર ગણીરાય રે માન કહે સુખસંપદા ગાતાં એ ઋષિરાય રે નામે નવનિધિ થાય રે મોહન. ૨૭
[X] ૧૯. (ક) આષાઢાચાર્યની સઝાય
(ઢાળ-૫)
દુહા દર્શન પરિષહ બાવીસમો, કાઠો તેહનો કામ શંકા દૂષણ પરિહરો, પાકા રાખો પ્રણામ... ૧ ઉતરાધ્યયન કથા મળે, અષાઢાચાર્ય સૂરીશ પહેલા પરિણામ પોચા પડ્યા પછે શ્રેષ્ઠ કર્યા શિષ્ય... ૨
ઢાળ-૧ આષાઢાચાર્ય અણગાર, બહુ શિષ્યને પરિવાર મનમોહન સ્વામી, આચારજ ઢળતી કળાએ... ૧ આગમ અર્થ અપાર, હેતુ દષ્ટાંત વિચાર મનમોહન સ્વામી, પેલા ભણાવે ચોપાશું રે... ૨ એક શિષ્ય ક્યિો રે સંથાર, ગુરૂ બોલ્યા તેણી વાર સુણ ચેલા મોરા, જો તું હોયે દેવતા એ... ૩ મુજને કહેજે આય, ઢીલ મ કરજો કોય સુણ ચેલા મોરા, ગુરૂ સમ જગમાં કો નહિ એ.. ૪ કહ્યો ઈમ દો તિન વાર, કિણહી ન કીધી સાર સુણ ચેલા મોરા, કિણહી આપ કહ્યા નહિ એ... ૫ તું ચેલો ચોઘો હોય, તુજ સમ અવર ન કોય સુણ ચેલા મોરા, મેં તુને પાર ઉતારીયો એ... ૬ તું મારે શિષ્ય સુવિનીત, પૂરી છે પરતીત
સક્ઝાય સરિતા