________________
બાર વરસના રે બોલડા કીધા આદ્રકુમાર રે મંડાવ્યો સત્રાગાર રે બાર વરસમાંહી આવશું ઓળખશે મુજ નાર રે તો રહેશું ઘરબાર રે મોહન, ૧૫ સાત્રાગાર મંડાવીયો આવે નવ નવા વેશ રે કે ઈ યોગી દરવેશ રે પાય પખાલે રે દૂધશું કુમરી હર્ષ ધરેશ રે અટક નથી લવલેશ રે મોહન. ૧૬ વેશ અનેક રે એકલો આવ્યો આદ્રકુમાર રે આખર જીહાં સત્રાગાર રે પગ તળે પદ્મથી ઓળખ્યો કુમરી કહે તેણી વાર રે એ મુજ પ્રાણ આધાર રે મોહન૧૭
માતપિતાએ પરણાવીઓ સુખ વિકસે તે સંસાર રે મનગમતાં સુખ ભોગવે બહુ મન પ્રીત અપાર રે સાથે રહે સંસાર રે મોહન, ૧૮
ઈમ કરતાં દિન કેટલે એક થયો અંગે જાત રે વર્ષ થયાં પાંચ સાત રે કાઢી ચારિત્ર વાત રે મોહન, ૧૯ વાત સુણી વનિતા ગ્રહ્યો રેંટીયો દિન રાત રે ફેરે સબલ અખિયાત રે બાળક મનમાંહે ચિંતવે સૂતો છે દિનરાત રે ત્રાગ વીંટયા પાંચ સાત રે મોહન) ૨૦ બાળક કહે સુણો માતાજી તાતજી વીંટયા છે આજ રે કિહાં જાશે હવે ભાજપ રે બાર વરસ વળી મોહીયો બાળક ઉપર રાગ રે ન લહે જાવાનો માગ રે મોહન૦ ૨૧ મોહે મોહ્યો રે માનવી કુણ કાયર કુણ ધીર રે રહેતા એકણ તીર રે અવતારે કુણ શુર રે
મોહે છળ્યા મહાવીર રે જે હતા સાહસધીર રે મોહન) ૨૨ બાર વરસ બમણા રહી લેઈ નારી આદેશ રે મોહ મહાભટ જીતવા
લીધો સંજમ વેશ રે જેણે સંસાર તરેસ રે મોહન. ૨૩ ક્રોધ માન માયા તજી નિર્મમ નિરહંકાર રે છાંડી સયલ સંસાર રે મુક્ત પહોંચ્યા રે સાધુજી પાળી સંજમ ભાર રે ધન ધન આદ્રકુમાર રે મોહન૦ ૨૪ ઉડુપતિ વદ્ધિ મુનિ ચંદ્રમા એ સંવત્સર જાણ રે સ્તવિઓ એ મુનિ ભાણ રે માગશર માસ વખાણીએ
સક્ઝાય સરિતા
૪૫