________________
એહનો એ ભરથાર રે ખડ ખડ હસતી ઈમ કહે થાશે કવણ પ્રકાર રે ઈમ વદે તે વારંવાર રે મોહન, ૫ શેઠ સુતા મન ગહગહી ઈણભવ એ મુજકન્ત રે ગિરૂઓ એ ગુણવંત રે લેખ વિધાતાએ લેખીયો મોટો એહ મહંત રે પરણાવ્યો મન ખંત રે મોહન. ૬ માતપિતા આવીને કહે તું કિહાં એ કુણવેશ રે દીસે છે દરવેશ રે ધનવંત શેઠની તું સુતા ઈણને તું કાંઈ કરીશ રે પરણાવું તો નરેશ રે મોહન) ૭ શ્રીમતી કહે સૌ સાંભળો ઈણ સમ કો નહિં સંસાર રે માયણ તણો અવતાર રે મુજ મન મોહ્યો રે એ શું એ મુજ હઈડાનો હાર રે આણા દીયો કિરતાર રે મોહન, ૮ કાઉસગ્ગ પારી કરુણા કરી બોલે અમૃત વાણ રે સુણજો ચતુર સુજાણ રે અમે ઈચ્છું નહિં નારીને છોડે કુલવટ કોણ રે હોવે ચારિત્ર્ય હાણ રે મોહન ૯ મુનિવર ઘાલી રે ઘુમણી ન લહે જાવાનો જોગ રે ઈમ કહે સહુ લોગ રે પ્રીતે પરણો રે એહને ભોગવી ભોગ સંયોગ રે આદરજો વળી જોગ રે મોહન૧૦ નયનબાણ નારી તણાં છૂટા કરી કુચોટ રે દેઈ ઘુંઘટ ઓટ રે મુનિવર તનમન ભેદીઓ દીધી નયણારી ફોટ રે સાધુ થયો લોટપોટ રે મોહન૧૧ અણીઆળા પણ તે હુવા રમણી આગળ કરે માનો તેહ નિઃશંક રે રાવણ સરીખા રે રાજવી કીધી દહવટ લંક રે લાગ્યો કુલમાં કલંક રે મોહન) ૧૨ મહીયલ પૂજે રે માનવી દેવમાંહી મહાદેવ રે કરતા સુરનર સેવ રે નારી આગળ નાચીયો કરજોડી તતખેવ રે નાચ કરે નિત્યમેવ રે મોહન) ૧૩ નંદીષણ સરીખા મુનિ કીધો ગર્વ અખિયાત રે પણ પડીઓ ઈણ વાત રે ઈદ્ર અહલ્યાએ ભોગવ્યો તો માણસ કુણ માત રે જાલિમ નારીની જાત રે મોહન, ૧૪
સઝાય સરિતા