________________
તિક્ષ્ણ અવસરે સુખકાર વિહારે વિચરતાં ધર્મઘોષ અણગાર, આવ્યા તિહાં મલપતા દીયે સદ્ગુરુ ઉપદેશ મધુર ધ્વનિ ગાજતા પાપ તિમિર અંધકાર ઘણાં તિહાં લાજતાં... ડાભ અણી જબિંદુ આયુષ્ય છે વળી સંપદા સમુદ્ર કલ્લોલ સમાન જાણો ભલી એ સંસાર અસાર કહે જીનવર ઈસ્યો જન્મ મરણે કરી પૂર્યો નહિં શું પછે કિસ્યો... સુણી સદ્ગુરુ ઉપદેશભવિક મન થરહરે સામયિક નિજનાર સહિત સંયમ વરે લે વૈરાગ્ય દીક્ષા શિક્ષા સદ્ગુરુ તણી સાધુ સહિત તિહાં નગરે વિહાર કરે મુનિ આયો વ્હોરણ કાજ ગઈ એકણ સમે સામયિક નિજ નાર દેખી ચિત્તમાં રમે દેખી રૂપ સરૂપ અનૂપ આર્યા તણું વિષયા રસ લયલીન થયો મુનિવર ઘણું... પૂરવલી બહુ પ્રીત સંભારે અહર્નિશે ચારિત્રના ગુણ ક્ષીણ કરે વિષયારસે દ્રુમ મધુકર રસ લીન ચંપક વરણી પ્રિયા છાંડી જાયે કેમ પૂરવ સુખ મેલીયા... નેહ નજર નિજ નારી દેખી મલકે હસે હાવ ભાવ નિજ અંગ કામક્રીડા વસે કામાતુર પતિ દેખી આર્યા અણસણ કરે થાયે વ્રતનો ભંગ ગળે ફાંસો લીએ...... સ્વર્ગ ભવન અવતાર લહ્યો તિહાં મહાસતી સામયિક મુનિ વાત સુણી તેહની છતી કરી અણસણ પચ્ચક્ખાણ થયો સુર તે વલી સ્વર્ગ ભુવન સુખ ભોગ ભોગવે મનકલી... ચવી લીધો અવતાર વસંતપુર મહાસતી
સજ્ઝાય સરિતા
૩
૪
૫
७
૮
૯
૪૧