________________
ગુરુ ઉપદેશથી રાય પરદેશી, પામશે મોક્ષ દુવાર. પ્રા૦ ૯ શ્રેણિક રાજા સમકિત પામ્યા, ગુરુ અનાથી મુનિરાય. પ્રા. ૧૦ જ્ઞાનવિમલ કહે સત્સંગનું ફળ, રત્નચિંતામણી ભાઈ. પ્રા. ૧૧
૪૨૮. સોદાગરની સઝાય સુણ સોદાગર બે દિલ કી બાત હમારી તે સોદાગર દૂર વિદેશી સોદા કરણકું આયા મોસમ આયે માલ સવાયા રતનપુરીમાં ઠાયા... સુણ૦ ૧ તીનું દલાલકું હર સમઝાયા જિનસે બહોત ન ફાયા પાંચું દીવાનું પાઉ જડાયા એકઠું ચોકી બિઠાયા... સુણ૦ ૨ નફા દેખકર માલ બિહરણા ચૂઆ કટે નવું ઘરના દોનું દગા બાજુ દૂર કરના દીપકી જ્યોતે ફિરના.. સુણ૦ ૩ એક દિનનળી મહેલમે રહના બંદરકું ન હિલાના દશ શહરસે દોસ્તી હી કરતા ઉનસે ચિત્ત મિલાના... સુણ૦ ૪ જનહર તજના જિનવર ભજના સજના દિનકું દલાઈ નવસર હાર ગલેમે રખના જખના લેખકી કટાઈ.. સુણ૦ ૫ શિરપર મુગટ ચમર ઢોળાઈ અમ ઘર રંગ વધાઈ શ્રી શુભવીર વિજય ઘર જાઈ હોત સતાબી સગાઈ... સુણ૦ ૬
૪૨૯. સ્ત્રીને હિતશિક્ષાની સજઝાય નાથ કહે તું સુણને નારી, શિખામણ છે સારી છે; વચન તે સઘળાં વીણી લેશે, તેહના કારજ સરશે, શાણી થઈએ છ.૧ જાત્રા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીએ જી; સાસરિયામાં જળ ભરવાને, સાસુ સાથે જઈએ. શા. ૨ દિશા અંધારી ને એકલડાં, માર્ગમાં નવિ જઈએ જી; એકલી જાણી આળ ચઢાવે, એવું શાને કરીએ. શા. ૩ વહાણામાં વહેલા ઉઠી, ઘરનો ધંધો કરીએ જી;
૬૯૪
સઝાય સરિતા