________________
ધરે બહુ વ્હાલ. સંગત) ૮ કાળા રંગનું કપડું લઈ કદી, રાતા રંગમાં બોળ ઝબોળ,
ભીંજાય નહીં ડોળ. સંગત૯ ઝરમર ઝરમર મેહુલો વરસો રહ્યો, વનસ્પતિઓ લીલી થાય,
જવાસો સૂકાય. સંગત) ૧૦ કાગે હંસ તણી સોબત કરી, પણ ચૂક્યો ના પોતાનું ચરિત્ર,
જો જે એની રીત. સંગત૧૧ કસ્તુરી ને કપુરના ગંજમાં, દાટે કદી ડુંગળીને કોય,
સુંગધી ન હોય. સંગત) ૧૨ કસ્તુરીનાં ક્યારાં માંહે રોપતાં, નવિ જાયે લસણ કેરી વાસ,
દુષ્ટ જેનો પાસ. સંગત) ૧૩ સતી સદ્ગુણવંતના સંગથી, નવિ આવે કુંભારજાને રંગ;
ખોટા જેના ઢંગ. સંગત) ૧૪ દુર્જને સજજનની સોબત કરી, પણ કપટપણું નવિ જાય,
સીધો નહિ થાય. સંગત૧૫ ગાઢ અજ્ઞાની જ્ઞાને પામે નહી, પામે જો સંત સમાગમ,
કહે મુનિ રામ. સંગત. ૧૬ ૪૨૭. સત્સંગની સજઝાય સત્સંગનો રસ ચાખ, પ્રાણી ! તું તો સત્સંગનો રસ ચાખ; પ્રથમ લાગે તીખો ને કડવો, અંતે આંબા કેરી સાખ. પ્રા. ૧ મેડી મંદિર માલ ખજાના, પડ્યા રહેશે ઘરબાર. પ્રા. ૨ આ રે કાયાનો ગર્વ ન કરશો, અંતે થવાની છે રાખ. પ્રા. ૩ જુગતિ જોઈને રાચ મા જરીયે, ખોટો બધો છે આ ખેલ. પ્રા૦ ૪ ચાર ગતિમાં જીવ તું ભમીયો, પંચમી ગતિ સંભાળ. પ્રા. ૫ તન ધન જોબન તે નથી તારા, અંતે માટીમાં મળનાર. પ્રા. ૬ મારું મારું કરી દાન ન દીધું, સાથે આવે ના તલભાર. પ્રા. ૭ રાયપ્રદેશી રાજ્યમાં ખુંચ્યો, ગુરુ સંગત જુવો સાર. પ્રા. ૮
સઝાય સરિતા
૬૯૩