________________
દેખી નટવી લાગ્યો મોહ, રાય દુર્બુદ્ધિ ન તજે લોહ; મુનિ દેખી અનિત્યભાવનાએ સિદ્ધ, પુત્ર ઈલાચી કેવલ લીધ. ૬ ધન્ના શાલીભદ્રના અવદાત, રમણી બુદ્ધિ સુખના સુગાત; કેટલાં કીજે તાસ વખાણ, પામ્યા સર્વારથ વિમાન. ૭ નંદિષેણ મોટા અણગાર, લબ્ધિવંત ને પૂરવધાર; સહસ ત્રેતાલીસ એકસો નવાણું, પ્રતિબોધ્યા દેશનાથી જાણું.૮ ક્ષમાવંત માંહી જે લીહ, ગયસુકુમાલ મુનિ માંહિ સિંહ; સસરે શિર બાંધી માટીની પાળ, ભરીયા રીસ કરી અંગાર. ૯ બાળી કર્મને અંતગડ થયા, કીર્તિઘર સુકોશલ વલી લહ્યા; વાઘણ કેરા સહી ઉપસર્ગ, બાલ્યા સઘળા કર્મના વર્ગ. ૧૦ ખંધક સૂરીનાં પાંચસે શિષ્ય, ઘાણી ઘાલ્યા પણ ન લહી રીસ; થયા અંતગડ જે કેવલી, મુતિ ગયા પહોંત્યા મન રૂલી. ૧૧ અહંકારી ને કેવલ લીધ, બાહુબલી અભિમાન પ્રસિદ્ધ; લેઈ ચારિત્ર નૃપ દશાર્ણભદ્ર, પાય લગાડ્યો જેણે ઈન્દ્ર. ૧૨ પનર સયા ત્રણ ગૌતમ શિષ્ય, તાપસ કરીને દીધી દીખ; કવલ ભરતા કેવલ લહ્યા, દુઃખ માત્ર જેણે નવિ સહ્યા. ૧૩ ભરત ભૂપની મતિ નિરમલી, આરિસા ઘરે જે કેવલી; સુખે સુખે જેણે લહીયું મોક્ષ, તે જિન શાસનનો રસ પોષ.૧૪ મમતા તજી નિરાસતિ ભજે, તે હળુકમ જીવ શિવ ભજે; રાયે હળ ઉપરી જે નીમીયો, આવ્યો ભાતે અંતરાય કયો. ૧૫ પનરસે જીવને ક્યોં અંતરાય, બાંધત કર્મ પુરા બહુ ભવ થાય; અનુક્રમે કૃષ્ણ તણો સુત થાય, ઢંઢણ નામે ઢંઢણા માય. ૧૬ નેમી હાથે જેણે સંયમ લીધો, પૂર્વ કમેં અભિગ્રહ કીધો; અન્નદિક વિણ રહ્યા છ માસ, કેવલ પામ્યા પહોંચી આશ.૧૭ ઈમ જિનશાસનમાં થયાં અનેક, અમદમ સંયમ તપે વિવેક; તે મુનિવરના સેવો ચરણ, જિમ તુમે છુટો જન્મ મરણ. ૧૮
સક્ઝાય સરિતા
૬૮૯