________________
માત-પિતા-સુત-બાંધવા અધિકો રાગ વિચાર રે
નારી આશારી રે ચિત્તમાં વાંછે વિષય ગમાર રે
જુઓ સૂરિકાંતા જે નાર રે વિષ દીધો(દેતી) ભરતાર રે
નૃપ જિન ધર્મ આધાર રે સ્વજનનો નેહ નિવાર રે... સહજાનંદી૦ ૮ હસી હસી દેતાં રે તાળીઓ શય્યા કુસુમની સાર રે તે નર અંતે માટી થયા લોક ચણે ઘરબાર રે ઘડતાં પાત્ર કુંભાર રે એવું જાણી અસાર રે છોડ્યો વિષય વિકાર રે ધન્ય તેહનો અવતાર રે... થાવચ્ચાસુત શિવ વર્યા વળી ઈલાચી કુમાર રે ધિક ધિક વિષયા રે જીવને લઈ વૈરાગ્ય રસાળ રે મેલી મોહ જંજાળ રે ઘેર રમે કેવલ બાળ રે
સહજાનંદી૦૯
ધન્ય કરઠંડુ ભૂપાલ રે જેણે લલ્લું શિવ સુદાલ રે... સહજાનંદી ૧૦ શ્રી શુભવિજય સુગુરૂ લહી ધર્મરયણ ધરો છેક રે
વીર વચનરસ શેલડી ચાખે ચતુર વિવેક રે
ન ગમે તે નર ભેક રે ધરતાં ધર્મની ટેક રે
ભવજલ તરીયા અનેક રે ઈમ જાણી સેવો વિવેક રે...સહજાનંદી૦ ૧૧
૪૨૩. સાધુ સમુદાયની સજઝાય
પ્રણમુ શાસનપતિ શ્રીવીર, લબ્ધિવંત ગૌતમગણિ ધીર; જિનશાસનમાં જે મહાશૂર, નામ લેઉ તસ ઉગતે સૂર. ૧ નેમિનાથ જિન બાવીશમાં, વિકટ કામકટક જેણે દમ્યા; તજી નારી પશુ ઉગારીયા, જઈ રૈવતગિરિ ચઢી તરીયા. ર સ્થુલીભદ્રની મોટી મામ, રાખ્યું ચોરાશી ચોવીશી નામ; કામ ગેહ કોશ્યા બની ધર્મી, થાપી કીધી ઉત્તમ કર્મી. ૩
કંચન કોડી નવાણું છોડી, નારી આઠ તણો નેહ તોડી; સોલ વરસે સંયમ લીધ, જંબૂ સ્વામી થયા સુપ્રસિદ્ધ. ૪ કપિલા-અભયા બેઉ સુંદરી, કામકદર્થના બહુ પરે કરી; ફૂલી ફીટી સિંહાસન થયો, શેઠ સુદર્શન જગમાં જયો. ૫
૬૮૮
સજ્ઝાય સરિતા