________________
૪૨૨. સહજાનંદીની સજ્ઝાય
સહજાનંદી રે આતમા સૂતો કાંઈ નિશ્ચિંત રે મોહ તણા રસીયા ભમે જાગ જાગ મતિવંત રે લૂંટે જગતના જંત રે નાખી વાંક અત્યંત રે નરકાવાસ ઠવંત રે કોઈ વિરલા ઉગત રે... રાગદ્વેષ પરિણતિ ભજી માયા-કપટ કરાય રે કાશ કુસુમ પરે જીવડો ફોગટ જનમ ગમાય રે માથે ભય જમરાય રે શ્યો મન ગર્વ ધરાય
સહજાનંદી૦ ૧
સહુ એક મારગ જાય રે કોણ જગ અમર કહાય રે... સહજાનંદી૦ ૨ રાવણ સરિખા રે રાજવી નાગા ચાલ્યા વિણ ધાગ રે
દશ માથા રણમાં રડ વડ્યા ચાંચ દીયે શીર કાગ રે
દેવગયા સવિ ભાગ રે ન રહ્યો માનનો લાગ રે
હરિ હાથે હણ્યો હરિનાગ રે જો જો ભાઈઓના રાગ રે...સહજાનંદી૦ ૩
કેઈ ચાલ્યા કેઈ ચાલશે કે'તા ચાલણ હાર રે મારગ વહેતો રે નિત્ય પ્રત્યે જોતાં લગ્ન હજાર રે દેશ-વિદેશ સધાય રે તે નર એણે સંસાર રે
જાતાં જમ દરબાર રે ન જુએ વાર-કુવાર રે... નારાયણપુરી દ્વારિકા બળતી મેલી નિરાશ રે રણમાં રોતા તે એકલા નાઠા દેવ આકાશ રે કિહાં તરૂ છાયા આવાસ રે જળ-જળ કરી ગયો સાસ રે બલભદ્ર સરોવર પાસ રે સુણી પાંડવ શિવવાસ રે... સહજાનંદી૫
રાજી-ગાજીને બોલતાં કરતાં હુકમ હેરાન રે
પોઢ્યા અગ્નિમાં એકલા કાયા રાખ સમાન રે
બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે એ ઋદ્ધિ અથિર નિદાન રે જેવું પીંપળ પાન રે મત ધરો જૂઠ ગમાન રે... વાલેસર વિના એક ઘડી નવિ સોહાતું લગાર રે તેવિણ જનમારો વહી ગયો નહિં કાગળ કે સમાચાર રે નહિં કોઈ કોઈનો સંસાર રે સ્વારથીયો પરિવાર રે માતા મરૂદેવી સાર રે પહોંચ્યા મુક્તિ મોઝાર રે...
00
સજ્ઝાય સરિતા
સહજાનંદી ૪
સહજાનંદી૦ ૬
સહજાનંદી૦૭
૬૮૭