________________
મીઠો એ મારગ લાગ્યાથી, બકરી સમ બન્યા બહુ હાથી, ભીખ માંગીને ભાગ્યા ત્યાંથી... સુણ૦ ૮ ઘરબાર ઘરેણાને મેલી, ખત લખી આપે જુગટું ખેલી, બૈરી બાળકનો કુણ બેલી... સુણ૦ ૯ વ્યસનો વધશે એથી ઝાઝા, નિજ કુળ તણી જાશે માઝા, ફીટકાર તણાં વાગે વાજાં.... સુણ૦ ૧૦
છે સટ્ટામાંહી પાપ અતિ,મૃત્યુથી પામે માઠી ગતિ
નરકાદિક પણ સંઘરતું નથી... સુણ૦ ૧૧ ઉદયરત્ન શીખ ધરો સારી, તજ સટ્ટાને શત્રુ ધારી,
હારી બેઠા કેઈ જખ મારી....સુણ૦ ૧૨
૪૨૧. સર્વાર્થ સિદ્ધવિમાનની સજ્ઝાય સાંભળજો મુનિ સંયમરાગે ઉપશમ શ્રેણીયે ચડિયા રે શાતાવેદની બંધ કરીને શ્રેણીથકી તે પડિયા રે.. ભાખે ભગવઈ છઠ્ઠ તપ બાકી સાતલવ આયુ ઓછે રે સર્વારથ સિદ્ધે પહોંતા મુનિવર પૂર્ણાયુ નવિ છોછે રે... સાંભળજો૦ ૨ શય્યામાં પોઢ્યા નિત્ય રહેવે શિવમારગ વિસામો રે
નિર્મળ અવધિ નાણે જાણે કેવલી મન પરિણામો રે... સાંભળજો૦ ૩ તે શય્યા ઉપર ચંદરવો ઝુમખડે છે મોતી રે
વચલું મોતી ચોસઠ મણનું ઝગમગ જાલિમ જ્યોતિ રે...સાંભળજો૦ ૪ બત્રીસ મણના ચઉપાંખડીયે સોળમણાં અડ સુણીયા રે
આઠ મણા સોલસ મુક્તાફલ તિમ બત્રીસ ચઉ મણીયા રે... સાંભળજો૦૫ દો મણ કેરા ચોસઠ મોતી એકસો અડવીસ ભણીયા રે દોસય ને વળી ત્રેપન મોતી સર્વ થઈને ગણિયા રે... એ સઘળાં વિચલા મોતીસું આફળે વાયુ પ્રયોગે રે રાગ-રાગિણી નાટક પ્રગટે લવસત્તમ સુર ભોગે રે... ભૂખ-તરસ છીપે રસ લીને સુરસાગર તેત્રીસ રે
સાંભળજો૦ ૭
શાતા લહેરમાં ક્ષણ-ક્ષણ સમરે વીરવિજય જગદીશ રે...સાંભળજો૦ ૮
૬૮૬
સાંભળજો૦ ૧
સાંભળજો૦ ૬
સજ્ઝાય સરિતા