________________
તેલ તક ધૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પર ઉપગાર ધરે શુભ ચિત્ત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર; દિવસ તણાં આલોવે પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯ સંધ્યા આવશ્યક સાચવે; જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દઢ હોવે, સાગારી અણસણ લઈ સૂવે. ૨૦ કરે મનોરથ મન એહવા, તીરથ શેત્રુજે જાયવા; સમેતશિખર-આબૂ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છે; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વાર લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩
?િ] ૪૨૦. સટોડીયાની સજઝાય સુણ સટોડીયા ! સટ્ટાના કુસંગે બટ્ટો લાગશે, તજ ટેવ બુરી, બાવળીયો વાવ્યાથી શૂળો લાગશે એ ધંધો પાપી પાકો છે, એ જુગારનો પણ કાકો છે,
એ ફોગટ ફાંફાનો ફાંકો છે. સુણો....૧ છે દ્વાર દુરાચારી જનનું, ભક્ષણ કરતું કીર્તિ ધનનું,
રક્ષણ નવ રહેતું તન મનનું..... સુણ૦ ૨ વ્યવહાર નથી જગમાં એનો, વિશ્વાસ ન કરે કોઈ એનો,
ચિંતાતુર રહે જીવડો જેનો... સુણ૦ ૩ ચાંદી પેટી ને જોટાનો, ધંધો એ મોટો ટોટાનો,
રસ્તો છે દોરી લોટાનો.... સુણ૦ ૪ સજ્જન કો સંગ નહિ કરતું, ચક્કોલ સમું રે મન ફરતું,
મળતા સંગી ત્યાં મન ઠરતું.. સુણ૦ ૫ એ વગર મહેનતના ધંધાથી, તારાજ થયા લક્ષાધિપતિ,
મડદાં ને ખાંપણ મળતું નથી... સુણ૦ ૬ પળમાં ધનવાન બને તું તો, પળ એક પછી આંસુ લૂછતો,
ઢીલા લમણે દેખ્યો સૂતો રે.. સુણ૦ ૭ સક્ઝાય સરિતા
૬૮૫