________________
પડિક્કમણું કરે રયણિતણું, પાતિક આલોઈએ આપણું. ૩ કાયા શક્તિ કરે પચ્ચકખાણ, સુધિ પાલે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સજઝાય, જિણ હુંતી નિતારો થાય.૪ ચિતે નિત્ય ચૌદહ નીમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જાઈ જુ હારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા કરતા લાભ અપાર, પ્રભુજી મોટા મુકિત દાતાર; જે ઉત્થાપે જિનવર ક્વ, તેહને નવ દંડકની ટેવ. ૬ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દુ ષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામી વચ્છલ કરજે ઘણું, સગપણ હોટું સામી તણું; દુઃખીયા હીણા દીના દેખ, કરજે તાસ દયા સુવિશેષ. ૮ ઘર અનુસારે દેજે દાન, મોટા મ કરે અભિમાન. ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. ૯ વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરજે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહ્યા બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કુણાં ફલ મત જિમે. ૧૧ રાત્રી ભોજનનાં બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાવડીયા મત વેચીશ વળી.૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; પાણી ગળજે બે બે વાર, અળગણ પીતાં દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે યત્ન, પાતક છડી કરજે પુણ્ય; છાણાં ઈધણ ચૂલો જોય, વાવરજે જિમ પાપ ન હોય. ૧૪ ધૃતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર; બ્રહ્મવત સુધા પાળજે, અતિચાર સઘળાં ટાળજે. ૧૫ કહીયાં પન્નર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ; માથે મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમકિત શુદ્ધ હડે રાખજે, બોલ વિચારીને ભાખજે; પાંચતિથિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મન દંભ. ૧૭
૬૮૪
સઝાય સરિતા