________________
નામ સમરતાં કોડી કલ્યાણ, જે ભણે પ્રહ ઉગમતે ભાણ; ધીરવિમલ કવિરાય પસાય, નવિમલ કવિ ભણે સજઝાય. ૧૯
૪૨૪. સુધર્મા દેવલોકની સઝાય સુધર્મા દેવલોકમાં રે વિમાન બત્રીસ લાખ કેઈ ભોળા શંકા કરે રે એ તો ભગવતી સૂત્રની શાખ રે
ભાઈ ! પુણ્યના ફળ જોજ્યો.... ૧ સુધર્મા દેવલોકમાં રે પાંચસે જોજન મહેલ ૨૭ યોજન ભુંઈ તળીયા રે એ સુખ તો નહિં સહેલ રે...
ભાઈ ! પુણ્યના ફળ જોજ્યો.... ૨ વેગી ગતિ ચાલે દેવતા રે લાખ યોજન કરે દેહ એકેકા વિમાનનો રે નાવે છઠે મહિને છેહ રે...
ભાઈ પુણ્યના ફળ જ્યો.... ૩ હાવભાવ કરતી થકી રે દેવીઓ આવે હજૂર ઈણ ઠામે આવી ઉપન્યા રે સ્વામી ! શા કીધાં પુણ્ય પડૂર રે...
ભાઈ પુણ્યના ફળ જોજ્યો.... ૪ નામ બતાવો ગુરૂ તણું રે નિર્લોભી ઋષિરાય ભવ સાગરમાં બૂડતા રે તુમ હાથ લીયો સબાય રે...
ભાઈ પુણ્યના ફળ જોજ્યો.... ૫ નિલભી નહિં લાલચી રે માગી બદામ ન એક દુર્ગતિ પડતાં રાખીયો રે મને મોકલીયો દેવલોક રે...
ભાઈ પુણ્યના ફળ જોજ્યો...... ૬ દેવી પ્રત્યે કહે દેવતા રે હું જાઉ એકણ વાર સમાચાર કહું મારા કુટુંબને રે નિત્ય કરજો દયા ધર્મ સાર રે...
ભાઈ ! પુણ્યના ફળ જોજ્યો.... ૭ દેવ પ્રત્યે દેવીઓ કહે રે સુણો વલ્લભ મોરા નાથ નાટક જુઓ એક અમતણું રે પછી જાજો સગાની પાસ રે...
ભાઈ પુણ્યના ફળ જોજ્યો.... ૮ એક નાટક કરતાં થકાં રે ગયા વર્ષ દોય હજાર દેવતા મનમાં ચિંતવે રે હવે કરવો કવણ વિચાર રે...
૬૯૦
સક્ઝાય સરિતા