SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. અવંતિ સુકુમાલની સજ્જાયો (૨) સુહસ્તી નામે દશ પૂરવધર નાણી, ઉજેણી નયરી પાઉધાર્યા ગુણ ખાણી, સુભદ્રા પાસે જાયે વર પટશાળી, ધન ધન કરી ઉઠી, વદે અંગડુંવાળી ૧ ઉથલો : અંગડુંવાળી મુખ નિહાળી, કરે પંચાંગ પ્રણામ લહી આદેશ સુભદ્રા કેરો, સદ્ગુરુ કરે વિશ્રામ શિખ્ય પ્રત્યે દીયે રયણી અંતર સૂત્ર વાચના સાર છણે અધ્યયને કહ્યો છે નિર્મલ, નલિની ગુલ્મ વિચાર ઢાળ : ઈણ સમય વળી સૂતો, શ્રી અવંતી સુકુમાલ તસ સેવા કરતી સુંદર બત્રીશ બાલ એક બીડું આપે પહેરી સયલ શણગાર એક ચામર ઢાળે, કરતી રમઝમ કાર ઉથલો : રમઝમ કરતી પિયુની આગળ મૂકે એવા થાળ કંત તણે કઠે ઠવતી, કરી કુસુમની માળ એક અબળા અલવેસરશું આવી દેખાડે આરિસો એક ભંગાર ભરીને પૂછે, સ્વામી અમૃત પીશો ? ઢાળ : એક ચંદન શું વળી ચ સ્વામીને દેહ એક ગજગઈ ગામીની, દેખાડે બહ નેહ ઈમ ઈદ્ર તણી પરે સુખભોગવે નિશ દીશ જાણે પૂરવભવે પૂજ્ય શ્રી જગદીશ ઉથલો : પૂજા શ્રી જગદીશ કેરી કીધી ભાવ વિશાલ શાલિભદ્ર સમોવડી અવતરીઓ, શ્રી અવંતીસુકુમાલ ગુરુ ભણતાં દેખી નયણે પેખી નલિની ગુલ્મ વિચાર તવ કુંવર મનમાંહિ ચિંતવે સમરી પૂર્વ અવતાર ઢાળ : પૂરવભવ દેખી ચિતે ચિત્ત મઝાર તવ નિશ્ચય જાણે માનવ સુખ અસાર કિમ પામીશ હું વળી નલિની ગુલ્મ વિમાન મનમાંહિ ચિતવતો ઉધ્યો બુદ્ધિ નિધાન // સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy