________________
જિમ કર્મ ખેરુ થાય, દાખો તેહ ઉપાય
આજહો આપે રે ઉપયોગ ગુરુ પરીષહ તિહાંજી... ૨૭ કંથેરી વન માંહી, પહોતો મન ઉત્સાહી
આજહો કરે રે કાઉસગ્ગ કર્મને તોડવાજી.. ૨૮ માળીભવની નાર, કરી ભવ ભ્રમણ અપાર,
આજહો થઈ રે શિયાણી વાઘણની પરેજી... ૨૯ નવ પ્રસૂતિ વિકરાલ, આવી વન વિચાલ
આજહો નિરખી રે તે મુનિને રીસે ધડહડે... ૩૦ નિશ્ચલ મને મુનિ તામ, કર્મ દહનને કામ
આજહો ભૂખે રે ભડભડતી મુનિ ચરણે અડેજ... ૩૧ ચારે પહોર નિશિ જોર, સહય પરીસહ ઘોર
આજરો કરડી રે શિયાલણે શરીર વલૂરીયુંજી... ૩૨ ધરતો ધર્મનું ધ્યાન, નલિની ગુલ્મ વિમાન
આજહો પહોંતો રે પનોતો પુણ્ય પ્રભાવથીજી... ૩૩ સુરભિ કુસુમ જલવૃષ્ટિ, સુર કરે સમકિતદષ્ટિ
આજહો મહિમા રે તે ઠામે સઘળો સાચવેજી... ૩૪ ભદ્રાને સવિ નાર, પ્રભાતે તેણિવાર,
આજહો આવી રે ગુરૂ વાંદી પૂછે વાતડીજી... ૩૫ ગુરૂ કહે એક રાત માંહિ, સાધ્યા મનનાં ઉત્સાહ
આજહો નિસુણી રે દુઃખવારે સંયમ આદરે... ૩૬ ગર્ભવતી એક પુત્ર, તેણે રાખ્યું ઘર સૂત્ર
આજહો થાયે રે મુનિ કાઉસગ્ગ કામે સુંદરુજી.. ૩૭ તે મહાકાલ પ્રાસાદ, આજ લગે જસવાદ
આજહો પાસ જિણેસર કેરો રૂડો તિહાંજી... ૩૮ ધન ધન તે મુનિરાજ, સાધ્યા આતમ કાજ
આજો વરસે રે શિવરમણી ભવને આંતરે... ૩૯ ધીરવિમલ કવિ શિષ્ય, લળી લળી નામે શીશ
આજહો તેહનારે નિત નવિમલ ગુણગાવે ઘણાજી... ૪૦
૩૬
સક્ઝાય સરિતા