SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ઓ મારી નાનકડી વહુ ભગવાન ભજવાને ચાલી... તારૂં મારૂં ધન એકઠું કર્યુંને કાંઈ ન આવ્યું સાથે રે ચતુર હોય તો ચેતી લેજો જાવું ઠાલે હાથે રે... ભગવાન૦ ૨ સવારે ઉઠીને સામાયિક કરતી પર્વે પોષહ કરતી રે આઠ કર્મનો ક્ષય કરવાને જેમ જપાય તેમ જપતી રે... ભગવાન૦ ૩ કેણો રે સસરો ને કેણી રે સાસુ કેણો રે ઘરનો સ્વામી રે ઘરના સુખ તે ઘરમાં મેલ્યા વહુ ઉપાસરે ચાલી રે... ભગવાન૦ ૪ ઘરમાં રે ડોશી ડગમગે ને વહુ દેવલોકમાં પહોંચ્યા રે બીજે ભવે કેવલજ્ઞાન જ ઉપન્યું ક્રાંતિવિજયનો શિષ્ય બોલે રે... ભગવાન૦ ૫ ૪૧૭. વાણીયાની સજ્ઝાય વાણીયો વણજ કરે છે રાજ ઓછું આપીને મલકાય ગરાગ દેખીને ઘેલો થાય આવો, બેસો કહે ત્યાંય... ત્રાજુડીને ટક્કર મારી પૈસા લુંટી લેવાય... વિવાહે ધન વાવરે વાણીયો પાલખી લેવા જાય એક બદામને કાજે વાણીયો સો સો ગાળો ખાય... દોઢા-સવાયા કરે વાણીયો ઘરમાં ભેળું થાય કરમીનું કાંઈ કામ ન આવે બારે વાટે જાય... વાણીયો દીસંતો વહેવારીયો કોટે સોવન કંઠી ધૃત્યાનો જેને ઢાલ પડ્યો છે તેની વેળા વંઠી રે... ૧ લંબે આવ્યું ભૂંસી લીયે પાપકરમ નવિ પરખે રે... અસંખ્યાતા જીવને ઘાતે એક બદામ કમાય આરંભે અભિમાને ખરચે મહુર મહુર પોમાય... પાપ કરતા પાછું ન જુએ સો સો સોગન ખાય કરહો કાઢે જુઠું બોલે જિમતિમ ભેળું થાય... વહાણવટુ કરતા તે વ્હાણીયા હવે દુકાનો હોય ૬૮૨ વાણીયો૦ ૧ વાણીયો૦ ૨ વાણીયો૦ ૩ વાણીયો૦ ૪ આઈ બાઈ કાકો મામો બોલાવે બહુ માને જીભનો મીઠો મનનો મેલો જુએ છે એ બગ ધ્યાને રે... વાણીયો૦ ૫ ગરાગ દેખી ઘેલો થાય હલફલ થઈને હરખે વાણીયો૦ ૬ વાણીયો૦ ૭ વાણીયો૦ ૮ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy