________________
શાસન સુર સાન્નિધ્ય કરે, ધર્મરત્ન પદ પાવે રે. પ્રભુ૦ ૬
૪૧૫. વર્ધમાનતપની સજઝાયો (૨)
૧
મોરા ચેતન હોકે કહું અનુભવની વાત કે સાંભળ સ્થિર થઈ મિત્ર તું જિમ પામે હોકે તું શિવસુખ સાર કે ક્ષણમાં હોય પવિત્ર તું... તપ આંબિલ હોકે કરજે તપવર્ધમાનકે વિઘ્ન વિદારણ કેશરી અષ્ટ સિદ્ધિ હોકે અણિમાદિક થાયકે પ્રગટે ઋદ્ધિ પરમેશ્વરી...
ભય સાતે હોકે તાસ દૂર પલાયકે આંબિલ તપ લગે બળી નહિં દ્વારિકા દેવ હોકે હરે સહુ કષ્ટ કે મંત્ર તંત્ર ફળ કારકા...
૨
મયણા સુંદરી હોકે શ્રીપાલ નરેશ કે આંબિલ તપથી સુખીયા થયા કેઈ જન સેવ્યો હોકે એ તપ સુર વૃક્ષ કે ભક્તિ-મુક્તિ પદવી લહ્યા... ૪ નવકારશી વ્રતથી હોકે પાપ તોડે એકસો વર્ષ કે નરકાયુ સુરનું કરે પોરસી વ્રતથી હોકે પાપ વર્ષ એક હજાર કે અયુત સાડ પોરસી હરે...પ એક લાખ વરસાં હોકે પુરિમડ્યે પાપ હરત કે એકાશન દશ લાખનું નીવી કરતા હોકે ક્રોડ વર્ષ પાપ કષાય કે એકલઠાણું દશક્રોડનું... ૬ કાપે સો કોડ હોકે પાપ એકલદત્તી કે હજાર ક્રોડ વર્ષ આંબિલે ઉપવાસ તપથી હોકે દશસહસ ક્રોડકે નરકાયુષ્ય તું કાપી લે... એ તપ વ્યાખ્યા હોકે મધ્યમફળ જાણકે કેવળ લહે ઉત્કૃષ્ટથી દશધારો તપ હોકે એ અસિ સૂર્યહાસ કે મુટિજ્ઞાને ગ્રહો મુષ્ટિથી... ૮ નમો તવસ્સ હોકે ગણીયે દોય હજાર કે ખમાસમણાં બાર દ્યો ગણો લોગસ્સ હોકે બાર કાઉસગ્ગ રૂપ કે સાચો કર્મ કુઠાર હો... ૯ યથાશક્તિ કહ્યું હોકે કરી તપ અનુકૂળ કે સંયમ શ્રેણી આદરો તપજપ કરતાં હોકે વર્ધમાન પરિણામડે ધર્મરત્ન પદ અનુસરો... ૧૦ ૪૧૬. વહુની સજ્ઝાય
ઉત્તર દિશાથી રે સાધુ આવ્યા વહુએ દીક્ષા લીધી રે પાંચ સાત સૈયર ટોળે મળીને વહુને વ્યાકુલ કીધી રે
સજ્ઝાય સરિતા
७
૬૮૧