SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગુરુ શીખે ધર્મ આરાધે, તે પામે છે મુક્તિના દ્વારે. મુરખો૦ ૭ સંવત અઢાર ક્યાંસી ના વરસે, આતમ ધ્યાન લગાઈ, ગોપાળ ગુરુના પૂણ્ય પસાયે, મોહન ગાયે ભવ ગાડી. મુરખો. ૮ • ૪૧૧. મુરખાની સજઝાય (૨) જ્ઞાન કદિ નવિ થાય, મૂરખને જ્ઞાન કદિ નહિ થાય; ' કહેતાં પોતાનું પણ જાય. મૂરખને૦ ૧ શ્વાન હોય તે ગંગાજળમાં, સો વેળા જો ન્હાય; અડસઠ તીરથ કરી આવે પણ, થાનપણું નવિ જાય. મૂરખને... ૨ દૂરસર્પ પયપાન કરતા, સંતપણું નહિ થાય; કસ્તૂરીનું ખાતર જો કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખને૦ ૩ વર્ષાસમે સુગ્રી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યો, સુગ્રી ગૃહ વિખરાય. મૂરખને૦ ૪ નદીમાંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લોહધાતું ટંકણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને. ૫ કામકંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદનચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂરખને ૬ સિંહચર્મ કોઈ શિયાળ સુતને, ધારે વેશ બનાય; શિયાળસુત પણ સિંહ ન હોવે, શિયાળપણું નવિ જાય. મૂરખને૦૭ તે માટે મૂરખથી અલગા, રહે તે સુખીયા થાય; ઉમરભૂમિમાં બીજ ન ઉગે, ઉલટું બીજ તે જાય. મૂરખને૦ ૮ સમકિતધારી સંગ કરીને, ભવજય ભીતિ મીટાય; મયાવિજય સદ્ગુરુ સેવાથી, બોધિબીજ સુખ પાય. મૂરખને ૯ [2] ૪૧૨. મોક્ષનગરની સઝાય મોક્ષનગર મારું સાસરું, અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ રે. મો. ૧ જ્ઞાન દર્શન આપ્યા આવીયા, કરો કરો ભક્તિ અપાર રે; સઝાય સરિતા ६७८
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy