________________
પંચાચાર તે સૂધા પાલે, વળી જિનશાસન અજુ આલે. ભવિ∞ પ પંચાળવ પાપ નિરોધે, જ્ઞાનદર્શન ચારિત્ર શોધે; વિ રાચે ન કોઈથી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બોધે. ભવિ૦ ૬ ભિક્ષા લે ભ્રમર પરે ભમતાં, મનમાં ન ધરે કાંઈ મમતા; રાગદ્વેષ સુભટને ' દમતા, રહે જ્ઞાનચોગાનમાં રમતા. ભવિ૦ ૭ સુધા પંચ મહાવ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહેતા; વળી મોહ ગહનવન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા. ભવિ૦ ૮ જે જ્ઞાન ક્રિયા ગુણ પાત્ર, અણદીધું ન લે તૃણ માત્ર; સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર. ભવિ૦ ૯ દયા પાળે વીશવાવીશ, ધરે ધ્યાન ધર્મ નિશદિશ; તણા જે ઈશ, જશ ઈંદ્ર નમાવે શીશ. ભવિ૦ ૧૦ ક્રોધ લોભ-અભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા;
ગજંતુ
બુધ ખિમાવિજય ગુરૂરાયા, શિષ્ય જિનવિજય ગુણ ગાયા. વિ ૧૧
[?] ૪૧૦. મુરખાની (જીવનગાડીની)સજઝાયો (૧) મુરખો ગાડી દેખી મલકાએ, ઉંમર તારી રેલ તણી પરે જાવે, સંસાર રૂપી ગાડી બનાવી, રાગ દ્વેષ દોનું પાટા,
દેહ ડબ્બાને પળ પળ પૈડા, એમ ફરે આઉખાનાં આંટા. મુરખો૦ ૧ કર્મ એન્જિનમાં કષાય અગ્નિ, વિષયવારિ માંહિ ભરીયું,
તૃષ્ણા ભુંગળું આગળ કરીને, ચાર ગતિ માંહિ ફરીયું. મુરખો૦ ૨ પ્રેમરૂપી અંકોડા વળગાડ્યા, ડબ્બે ડબ્બે જોડયા ભાઈ, પૂરવભવની ખરચી લઈને, ચેતન બેસારૂં બેઠા માંહી. મુરખો૦ ૩ કોઈએ ટીકીટ લીધી નરક તિર્યંચની, કોઈએ લીધી મનુષ્ય દેવા,
કોઈએ ટીકીટ લીધી સિદ્ધિગતિની, તેણે પામ્યા અમૃતમેવા. મુરખો૦ ૪ ઘડી ઘડી ઘડીયાળ જ વાગે, નિશદિન એમ વહી જાય,
વાગે સીટી ને ઉપડે ગાડી, આડા અવળા મહેલ થાય. મુરખો૦ ૫ જાણી નરકમાં મરાજ પાસે, જઈને સોંપ્યો તત્કાળ;
આરામ કરીને આવ્યો પરોણો, તેની ખાંભીએ પાકમાંહી ઘાલ્યો. મુરખો૦ ૬ ચોરાશી જીવાયોનીમાં, જીવડો લે વારંવાર,
લાખ
૬૭૮
સજ્ઝાય સરિતા