________________
તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. અવ. ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા. અવ૦ ૪ પંકજ નામ ધરાય પંકશું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનન્દ ઐસા જન ઉત્તમ, સો સાહિબ કા પ્યારા. અવ૦ ૫
[X] ૪૦૮. મુનિની સઝાયો (૩) તે ભણીયા રે ભાઈ તે ભણીયા જેણે, સૂત્ર સુગુરૂમુખ સુણીયા રે; પરમારથગ્રાહક જે ગુણીયા, જણણી તે ભલે જણીયા રે. તે ૧ જે ન હણે ન હણાવે પ્રાણી, જીવદયા મન જાણી રે; ઉપશમભાવ હૈયામાંહે આણી, બોલે મુખ મધુરવાણી રે. તે ૨ જે ઉપદે શ દયામાંહે ભાખે, શ્રી જિનવરની સાખે રે; જે રૂડીપેરે નિજ વ્રત રાખે, દુનિયા તસ ગુણ દાખે રે. તેo ૩ જે સુધા ઉપયોગે ચાલે, નયણે જીવ નિહાલે રે; જે પ્રવચનની શીખામણ પાળે, તે આતમ અજવાળે રે. તે૦ ૪ જે કરણી ચિત્ત ચોક પે કરશે, તે ભવસાગર તરશે રે; કર્ણમુનિ કહે તે સુખ વરશે, અવિચલ પદ અનુસરશે રે. તે૦ ૫
• ૪૦૯. મુનિની સજઝાયો (૪) સમતા સુખના જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી; સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી,
ભવિજન ! એહવા મુનિ વંદો....... જે હથી ટલે સવિ દુ:ખ દંદો, જે સમકિત સુરતરૂ કંદો. ૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણા હિયડે રાખે; સાવદ્ય વચન નવિ ભાંખે, ભાખ્યું જિનજીનું ભાખે. ભવિ૦ ૨ આહાર લીયે નિરદોષ, ન ધરે મન રાગ ને રોશ; ન કરે વળી ઈન્દ્રિય પોષ, ન ચિકિત્રે ન જૂએ જોષ. ભવિ૦ ૩ બાઘાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી; જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી. ભવિ૦ ૪ મદ આઠ તણા માન ગાલે, એક ઠામે રહે વરસાલે;
/
સક્ઝાય સરિતા
६७७